શોધખોળ કરો

Ashes 2023: ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કૈરીના કારણે કાંગારુએ કરી વાપસી, આવી રહી બીજા દિવસની રમત

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઉસ્માન ખ્વાજાની શાનદાર સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધી 5 વિકેટે 311 રન બનાવી લીધા છે.

AUS vs ENG 1st Test, 2nd Day Report: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઉસ્માન ખ્વાજાની શાનદાર સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધી 5 વિકેટે 311 રન બનાવી લીધા છે. હાલમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરી ક્રિઝ પર છે. ઉસ્માન ખ્વાજા 126 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે એલેક્સ કેરી 52 રન બનાવીને રમી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ છે. હવે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડ કરતા 82 રન પાછળ છે.

ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી

આ પહેલા ઉસ્માન ખ્વાજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 15મી સદી ફટકારી હતી. જ્યારે ટ્રેવિસ હેડે 50 રનની ઇનિંગ રમી હતી. જોકે ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 38 રનનું યોગદાન આપ્યું હતું.

યજમાન ઈંગ્લેન્ડના બોલરોની આ હાલત હતી

બીજી તરફ ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો સ્ટુઅર્ટ બ્રોડ અને મોઈન અલીએ 2-2 વિકેટ ઝડપી છે. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સે સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. આ સિવાય ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, હેરી બ્રુક અને જો રૂટે પણ બોલિંગ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી.

અત્યાર સુધીની પ્રથમ ટેસ્ટમાં શું થયું ?

આ મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 8 વિકેટે 393 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સદી ફટકારી હતી. જ્યારે જોની બેરસ્ટો અને જેક ક્રોલીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડને 2 સફળતા મળી. સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. 

ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત લાવ્યું છે. બીજા દિવસની રમતના અંતે તે એલેક્સ કેરી સાથે અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 311 રન બનાવ્યા છે. તે હવે ઈંગ્લેન્ડથી માત્ર 82 રન પાછળ છે. આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મેચના પહેલા દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ આઠ વિકેટે 393 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget