England vs Netherlands : ઇંગ્લેન્ડની 160 રનથી જીત, નેધરલેન્ડ વર્લ્ડકપમાંથી બહાર થનારી ચોથી ટીમ
વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. આ બંને ટીમો પૉઈન્ટ ટેબલમાં તળિયે છે અને સેમિ ફાઈનલની રેસમાંથી બહાર છે
LIVE
Background
ENG vs NED Live Updates Pune: વર્લ્ડકપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. આ બંને ટીમો પૉઈન્ટ ટેબલમાં તળિયે છે અને સેમિ ફાઈનલની રેસમાંથી બહાર છે. ઈંગ્લેન્ડે 7 મેચ રમી છે અને માત્ર એક જ જીતી છે. જ્યારે નેધરલેન્ડે 7 મેચ રમી છે અને મેચ જીતી છે. જોકે આ મેચમાં નેધરલેન્ડને હજુ પણ પડકારનો સામનો કરવો પડી શકે છે. આ વખતે ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. જો પુણેમાં રમાનાર મેચની વાત કરીએ તો આજે પણ એક મોટા સ્કૉર વાળી મેચ જોવા મળી શકે છે.
નેધરલેન્ડની 160 રનથી હાર
વર્લ્ડ કપની 40મી મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 339 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર સાથે તે વર્લ્ડ કપમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે.
ઈંગ્લેન્ડે નેધરલેન્ડ્સને 340 રનનો આપ્યો ટાર્ગેટ
ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 340 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ પહેલા ઓપનર ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ક્રિસ વોક્સે 45 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આર્યન દત્ત અને લોગન વેન વિકને 2-2 સફળતા મળી. પોલ વોન મીકેરેને 1 વિકેટ લીધી હતી.
બેન સ્ટૉક્સની તાબડતોડ સદી
બેન સ્ટોક્સે સદીનો આંકડો પાર કરી લીધો છે. બેન સ્ટોક્સે 78 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બેન સ્ટોક્સે અત્યાર સુધીમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી છે. ઇંગ્લેન્ડનો સ્કોર 48 ઓવર પછી 6 વિકેટે 310 રન છે. વર્લ્ડકપમાં બેન સ્ટોક્સની આ પ્રથમ સદી છે.
ઈંગ્લેન્ડની ઇનિંગ
ઈંગ્લેન્ડનો સ્કોર 45 ઓવર બાદ 6 વિકેટે 270 રન છે. બેન સ્ટોક્સ 69 બોલમાં 80 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ક્રિસ વોક્સે 35 બોલમાં 33 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 61 બોલમાં 82 રનની ભાગીદારી થઈ છે.
બેન સ્ટૉક્સની ફિફ્ટી
ઈંગ્લેન્ડનો સ્કોર 43 ઓવરમાં 6 વિકેટે 239 રન છે. બેન સ્ટોક્સે પચાસ રનનો આંકડો પાર કરી લીધો છે. બેન સ્ટોક્સ 60 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ક્રિસ વોક્સે 30 બોલમાં 29 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 46 બોલમાં 47 રનની ભાગીદારી થઈ હતી.