શોધખોળ કરો
Advertisement
IPL 2021 Auction: જાણો અત્યાર સુધીના સૌથી મોંઘા વેચાયેલ વિદેશી ખેલાડી કોણ છે
આઈપીએલની 14 મી સીઝન માટે 1100 થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આઈપીએલના અંતિમ ડ્રાફ્ટમાં ફક્ત 292 ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે.
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી આજે ચેન્નઇમાં યોજાશે. બપોરે 3 વાગ્યાથી ખેલાડીઓની હરાજી શરૂ થશે. આ હરાજીમાં કુલ 291 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે હરાજી પહેલા જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વુડે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. માર્ક વુડે તેની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ સહિત અનેક ટીમોની નજર તેમની પાસે હતી.
આઈપીએલની 14 મી સીઝન માટે 1100 થી વધુ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આઈપીએલના અંતિમ ડ્રાફ્ટમાં ફક્ત 292 ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે. આજની હરાજીમાં હાજર રહેનારા ખેલાડીઓમાંથી 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે. એસોસિએટ દેશના ત્રણ ખેલાડીઓ પણ આઈપીએલની હરાજીમાં ભાગ લેશે. આજની હરાજીમાં 227 ખેલાડીઓ અનકેપ્ડ છે જ્યારે 64 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. 8 ટીમોમાં 61 સ્લોટ્સ ખાલી છે.
હરાજીમાં વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાથી 35, ન્યુઝીલેન્ડના 20, વેસ્ટ ઇન્ડીઝના 19, ઇંગ્લેન્ડના 17, દક્ષિણ આફ્રિકાના 14, શ્રીલંકાના 9, અફઘાનિસ્તાનના 7 લોકોનો સમાવેશ છે. આ ઉપરાંત નેપાળ, યુએઈ અને યુએસએના એક એક ખેલાડી પણ આજની હરાજીમાં ભાગ લેશે.
આ વર્ષે 124 વિદેશી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે આવો જાણીએ અત્યાર સુધીના સૌથી મોંઘા વિદેશી ખેલાડી ક્યા રહ્યા છે.
- કેવિન પીટરસન અને એન્ડ્રી ફ્લિન્ટોપ (2009)- 9.8 કરોડ રૂપિયા
- કિરોન પોલાર્ડ અને શેન બોન્ડ (2010) - 4.8 કરોડ રૂપિયા
- ગ્લેન મેક્સવેલ (2013) - 6.3 કરોડ રૂપિયા
- ગ્લેન મેક્સવેલ (2013) - 6.3 કરોડ
- શેન વોટ્સન (2016) - 9.5 કરોડ
- બેન સ્ટોક્સ [2017 - 14.5 કરોડ અને 2018 - 12.5 કરોડ]
- પેટ કમિન્સ (2020) - 15.50 કરોડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement