શોધખોળ કરો

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી

Flashback 2024: ભારતે વર્ષ 2024માં રમતગમતની દુનિયામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

Flashback 2024: ભારતે વર્ષ 2024માં રમતગમતની દુનિયામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ વખતે ભારતે ક્રિકેટ, ટેનિસ, હૉકી, ચેસ અને પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ભારતે આ ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેનાથી સમગ્ર દેશવાસીઓ ગર્વ અનુભવે છે. વર્ષ 2024 થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે તો નવા વર્ષ પહેલા અમે તમને જણાવીએ કે વર્ષ 2024માં ભારતે રમતગમતની દુનિયામાં કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે.

  1. ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની 30 જૂન 2024ના રોજ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત ગયા વર્ષે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ 2023 જીતવાથી ચૂકી ગયું હતું, પરંતુ આ વર્ષે ભારતીય ટીમ તેના 11 વર્ષના ICC ટ્રોફી જીતવાના દુષ્કાળને સમાપ્ત કરવામાં સફળ રહી હતી

2.ભારતીય હૉકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી

ભારતીય હૉકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચીનને 1-0થી હરાવ્યું હતું. ભારતીય હૉકી ટીમે આ પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. ભારત તરફથી જુગરાજ સિંહે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતે આ ટાઇટલ જીત્યું હતું.

  1. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. શૂટર મનુ ભાકરે ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. આ મેડલ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ હતો. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રો પોઝિશન શૂટિંગમાં ભારત માટે ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ મેન્સ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. કુસ્તીબાજ અમન સહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  1. રોહન બોપન્નાએ ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની ફાઇનલમાં જીત મેળવી હતી

રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં રોહન-એબ્ડેને ઈટાલીના સિમોન બોલેલી અને વાવસોરીને હરાવ્યા હતા. બોપન્ના 43 વર્ષની ઉંમરે ટાઈટલ જીતીને ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો.

  1. ડી ગુકેશ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું

ગુકેશ ડીએ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024માં છેલ્લી વખત ચેસ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર તે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 18 વર્ષીય ગુકેશ અનુભવી વિશ્વનાથન આનંદ પછી વૈશ્વિક ટાઇટલ જીતનાર બીજો ભારતીય બન્યો હતો.

Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
Embed widget