શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સતત 26 ટી-20 મેચ પછી પહેલી વાર આ બોલરે મેચમાં ના લીધી એક પણ વિકેટ, જાણો કોણ છે આ બોલર ?
સનરાઈઝર્સ હૈદ્રાબાદે પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સને શાનદાર બેટિંગ કરી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં મંગળવારે સનરાઈઝર્સ હૈદ્રાબાદે એક તરફી મેચમાં દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી હતી. આ મેચમાં સૌથી વધારે નિરાસ પર્પલ કેપ હોલ્ડર રબાડાએ કર્યા. ટૂર્નામેન્ટમાં 23 વિકેટ લેનાર રબાડા હૈદ્રાબાદ સામે એક પણ વિકેટ ન લઈ શક્યા. ચાર વર્ષ બાદ આ પ્રથમ વખત એવું બન્યું કે રબાડા આઈપીએલની કોઈ મેચમાં એક પણ વિકેટ ન લઈ શક્યા.
સનરાઈઝર્સ હૈદ્રાબાદે પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સને શાનદાર બેટિંગ કરી હતી. હૈદ્રાબાદે દિલ્હી સામે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા જેના જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
રબાડા હૈદ્રાબાદ વિરૂદ્ધ મેચમાં ખૂબ જ મોંઘો સાબિત થયો અને તેણે ચાર ઓવરમાં 54 રન બનાવ્યા. તેની સાથે જ રબાડાની છેલ્લી 26 મેચમાં દરક વખતે વિકેટ લેવાનો ક્રમ પણ તૂટ્યો હતો. આ પહેલા 2 મે 2017ના રોજ હૈદ્રાબાદ વિરૂદ્ધ જ રબાડાને કોઈ વિકેટ મળી ન હતી. આ મેચમાં રબાડાએ ચાર ઓવરમાં 59 રન આપ્યા હતા.
રબાડા આઈપીએલની 13મી સીઝનમાં 12 મેચમાં 23 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં બીજા બોલર કરતાં ઘણો આગળ છે. આઈપીએલમાં પણ રબાડાનો રેકોર્ડ શાનદાનર છે અને તેણે 30 મેચમાં 54 વિકેટ મેળવી છે. એક ઇનિંગમાં 21 રન આપીને ચાર વિકેટ લેનાર રબાડાનું આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion