શોધખોળ કરો

સેહવાગે ક્યા સ્ટાર ક્રિકેટર માટે કહ્યુઃ એ 10 કરોડ નહીં 1 કરોડને લાયક છે, ફ્રેન્ચાઈઝી કેમ તેની પાછળ ભાગે છે એ સમજાતું નથી

યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

દુબઈઃ ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ કિંગ્સ ઈલેવન પંજાબની ઉપરાછાપરી હારથી અકળાયો છે. સેહવાગ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર સૌથી વધારે ભડક્યો છે. સેહવાગે કહ્યું કે, મને એ જ ખબર નથી પડતી કે મેક્સવેલમાં એવું શું છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી હરાજી વખતે તેની પાછળ દોડે છે અને તેને ઉંચો ભાવ આપીને ખરીદે છે. બાકી એ એક પણ સીઝનમાં રમતો જ નથી. સેહવાગે સવાલ કર્યો કે, મેક્સવેલને જોરદાર દેખાવ કરવા કેવું પ્લેટફોર્મ જોઈએ એ જ ખબર પડતી નથી. તેને પ્રેશરમાં મોકલો તો પણ એ રમતો નથી ને વહેલો મોકલો તો પણ રમતો નથી. મને તેના મગજમાં શું ચાલે છે એ જ ખબર પડતી નથી કેમ કે દર વર્ષે આ જ વાતો દોહરાવાય છે છતાં ફ્રેન્ચાઈઝી તેની પાછળ દોડે છે. મને લાગે છે કે, આવતા વર્ષે તેની કિંમત 10 કરોડથી ઘટીને 1 કરોડ થઈ જવી જોઈએ કે જેને માટે એ લાયક છે. યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ પાંચ મેચો હારતાં તેની હાલત ખરાબ છે. સેહવાગે ક્યા સ્ટાર ક્રિકેટર માટે કહ્યુઃ એ 10 કરોડ નહીં 1 કરોડને લાયક છે, ફ્રેન્ચાઈઝી કેમ તેની પાછળ ભાગે છે એ સમજાતું નથી પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો મેક્સવેલ સાવ માથે પડ્યો છે એ જોતાં સેહવાગની વાત સાચી લાગે છે. મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને છ મેચોમાં તેણે માત્ર 48 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે. મેક્સવેલે છ મેચમાં સાત ઓવર નાંખી છે તેમાં 65 રન આપીને માત્ર 1 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

Embed widget