(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં ઓસ્ટ્રેલિયામાં માટે મુશ્કેલી પેદા કરશે અક્ષર પટેલ, શેન વોટ્સને જણાવ્યું કારણ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 9 ફેબ્રુઆરીથી રમાનારી બોર્ડર-ગાવસ્કર સીરીઝની તૈયારીમાં વ્યસ્ત છે.
Shane Watson on Axar Patel: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 9 ફેબ્રુઆરીથી રમાનારી બોર્ડર-ગાવસ્કર સીરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ સીરીઝ પહેલા સતત નિવેદનબાજી જોવા મળી રહી છે. આ દરમિયાન હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસને ભારતીય ટીમના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ વિશે વાત કરી છે. શેન વોટ્સને અક્ષર પટેલ વિશે વાત કરતા કહ્યું, બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ટીમ માટે અક્ષર મુશ્કેલ હશે. અક્ષર પટેલની ખાસ એક્શન મહેમાન ટીમ માટે મુશ્કેલી બની શકે છે.
અક્ષર પટેલને રમવો કેમ મુશ્કેલ હશે
અક્ષરના પટેલ વિશે વાત કરતા વોટસને કહ્યું, "અક્ષરનો એંગલ લાઇન અપ કરવામાં ખરેખર મુશ્કેલી પેદા કરે છે. ટેસ્ટ ક્રિકેટમાં મેં ક્યારેય તેનો સામનો કર્યો નથી પરંતુ મને હંમેશા એવું લાગ્યું છે કે ટી20 ક્રિકેટમાં પણ તેના રીલીઝ પોઈન્ટને કારણે તેને રમવો મુશ્કેલ હતો. તેના આર્મ રાઉન્ડ નથી, અને તે ક્રિઝની થોડી બહારથી બોલિંગ કરે છે અને બોલ તે એંગલથી અંદર આવે છે. હું ખરેખર તેને લાઇન અપ કરવા સક્ષમ ન હતો. જો બોલ ટર્ન થઈ રહ્યો છે તો એન્ગલને કારણે એવું લાગે છે કે બોલ ઘણો ટર્ન કરી રહ્યો છે.
આ સિવાય તેણે જાડેજાની બોલિંગ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે અક્ષરની બોલિંગ કરવાની રીત રવિંદ્ર જાડેજાથી કંઈક અલગ છે. તેણે કહ્યું, "તે જાડેજાથી અલગ છે કારણ કે જાડેજા સામાન્ય રીતે સ્ટમ્પની થોડી નજીક હોય છે અને તે બોલને તેના રિલીઝ પોઈન્ટથી જમણા હાથના બેટ્સમેન તરફ આવવાથી તેટલો એંગલ નથી બનાવતો.
અક્ષર ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે
અક્ષર ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ, 49 વનડે અને 40 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં તેણે બોલિંગમાં 47 વિકેટ લીધી છે અને બેટિંગમાં 249 રન બનાવ્યા છે. વનડેમાં તેણે બોલિંગમાં 56 વિકેટ લીધી છે અને બેટિંગમાં 381 રન બનાવ્યા છે. આ સિવાય અક્ષરે T20 ઈન્ટરનેશનલમાં 37 વિકેટ લીધી છે અને બેટિંગમાં કુલ 288 રન બનાવ્યા છે.