Pakistan Cricket: શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, રાષ્ટ્રીય પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ બનાવાયા
પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે. આ ક્રમમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Shahid Afridi: પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે. આ ક્રમમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મેનેજમેન્ટ કમિટીએ શાહિદ આફ્રિદીની પાકિસ્તાનની રાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ ટીમ પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની સાથે અબ્દુલ રઝાક અને રાઉ ઈફ્તિખાર અંજુમને પણ પસંદગી સમિતિની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.
PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener.
— Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022
આ ત્રણ સભ્યોની પસંદગી સમિતિની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવી છે જેથી તે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે જાહેર કરાયેલ પાકિસ્તાની ટીમની સમીક્ષા કરી શકે. વાસ્તવમાં મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હકાલપટ્ટી પહેલા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. હવે શાહિદ આફ્રિદીના નેતૃત્વમાં નવી વચગાળાની પસંદગી સમિતિ પાકિસ્તાનની ટેસ્ટ ટીમની સમીક્ષા કરશે.
— Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો થયા છે. રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નજમ સેઠીને આગામી ચાર મહિના માટે પાકિસ્તાનના ક્રિકેટ મામલાની દેખરેખ રાખનારી મેનેજમેન્ટ કમિટીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તે 14 સભ્યોની કમિટીની મદદથી પાકિસ્તાનના ક્રિકેટ મામલાઓનું ધ્યાન રાખશે. તેમણે ગુરુવારે જ પોતાનું પદ સંભાળ્યું હતું. આજે (શનિવાર) તેઓએ વચગાળાની પસંદગી સમિતિની રચના કરી છે. આવનારા થોડા દિવસોમાં તે વધુ મોટા નિર્ણયો લઈ શકે છે.
આ પહેલા પણ નજમ સેઠી પીસીબીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2013 થી 2018 ની વચ્ચે તેઓ PCB ના ચેરમેન અને CEO હતા. ઈમરાન ખાનની સરકાર બનતાની સાથે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નજમ સેઠીને ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બાબતોના પ્રભારી બનાવવામાં આવ્યા હતા જ્યારે પાકિસ્તાન સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં રમીઝ રાજાને બદલીને અને પાકિસ્તાનમાં ક્રિકેટ બાબતોની દેખરેખ માટે એક મેનેજિંગ કમિટીની નિમણૂક કરી હતી.