શોધખોળ કરો

Angelo Mathews Retires: 118 મેચ, 15 વર્ષથી વધુનું કરિયર, શ્રીલંકાના આ દિગ્ગજે ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

Angelo Mathews Retires:મેથ્યુઝે કહ્યું કે તે જૂનમાં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે

Angelo Mathews Retires: શ્રીલંકાના મહાન ક્રિકેટરોમાંના એક એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેથ્યુઝે કહ્યું કે તે જૂનમાં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ મેચ 17 થી 21 જૂન દરમિયાન ગાલેમાં રમાશે. મેથ્યુઝે 23 મે (શુક્રવાર) ના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી હતી. મેથ્યુઝે સ્પષ્ટતા કરી કે તે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. લગભગ 16 વર્ષની પોતાની ટેસ્ટ કારકિર્દીમાં મેથ્યુઝે પોતાની કેપ્ટનશીપથી પણ શ્રીલંકાના ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

'મેં મારું બધું ક્રિકેટને આપી દીધું...'

એન્જેલો મેથ્યુઝે X પર લખ્યું હતું કે, 'હવે સમય આવી ગયો છે કે હું ક્રિકેટના સૌથી પ્રિય ફોર્મેટ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહું. છેલ્લા 17 વર્ષથી શ્રીલંકા માટે ક્રિકેટ રમવું એ મારા જીવનનો સૌથી મોટુ સન્માન અને ગર્વ રહ્યું છે. જ્યારે કોઈ ખેલાડી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરે છે, ત્યારે તેને જે દેશભક્તિ અને સેવાની લાગણી થાય છે તેની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી. મેં ક્રિકેટને બધું જ આપ્યું છે અને બદલામાં ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે, મને આજે હું જે છું તે વ્યક્તિ બનાવ્યો છે.

તેમણે આગળ લખ્યું હતું કે, 'હું આ રમતનો આભારી છું અને હજારો શ્રીલંકન ક્રિકેટ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેઓ મારી કારકિર્દીના ઉતાર-ચઢાવમાં હંમેશા મારી સાથે રહ્યા.' જૂનમાં બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ મારી ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ હશે. પસંદગીકારો સાથે ચર્ચા કર્યા મુજબ, જો મારા દેશને મારી જરૂર હોય તો, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી હું વ્હાઇટ બોલ (વનડે અને ટી20) ક્રિકેટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહીશ.

મેથ્યુઝે વધુમાં લખ્યું હતું કે, 'મને વિશ્વાસ છે કે આ ટેસ્ટ ટીમ એક પ્રતિભાશાળી ટીમ છે, જેમાં ભવિષ્ય અને વર્તમાન યુગના ઘણા મહાન ખેલાડીઓ છે. મને લાગે છે કે આ યોગ્ય સમય છે કે કોઈ યુવા ખેલાડીને તક આપવામાં આવે જેથી તે દેશ માટે ચમકી શકે. હું ભગવાન, મારા માતા-પિતા, મારી પત્ની અને બાળકો, મારા આખા પરિવાર અને નજીકના મિત્રોનો આભાર માનું છું જેમણે હંમેશા મારામાં વિશ્વાસ કર્યો અને દરેક પરિસ્થિતિમાં મને સાથ આપ્યો. હું શ્રીલંકા ક્રિકેટ અને મારા કારકિર્દી દરમિયાન હંમેશા મને ટેકો આપનારા તમામ કોચનો પણ ખાસ આભાર માનું છું. એક પ્રકરણ પૂરું થઈ રહ્યું છે, પણ રમત પ્રત્યેનો મારો પ્રેમ હંમેશા રહેશે.

મેથ્યુઝની ટેસ્ટ કારકિર્દી આવી રહી

એન્જેલો મેથ્યુઝે જૂલાઈ 2009માં ગાલેમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 37 વર્ષીય મેથ્યુઝે અત્યાર સુધીમાં 118 ટેસ્ટ મેચોમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જમણા હાથના ઓલરાઉન્ડર મેથ્યુઝે ટેસ્ટ મેચોમાં 44.62 ની સરેરાશથી 8167 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 45 અડધી સદીનો સમાવેશ થાય છે. મેથ્યુઝે ટેસ્ટ મેચોમાં પણ 33 વિકેટ લીધી હતી. મેથ્યુઝે 34 ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરી હતી. જેમાં તેણે 13 મેચોમાં ટીમને વિજય અપાવ્યો હતો. જ્યારે શ્રીલંકાને 15 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget