Gautam Gambhir PC: સિડની ટેસ્ટમાં નહી રમે રોહિત શર્મા? ગૌતમ ગંભીરે કર્યા અનેક મોટા ખુલાસાઓ
Gautam Gambhir Press Conference: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કાંગારૂ ટીમ હાલમાં 2-1થી આગળ છે
Gautam Gambhir Press Conference: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કાંગારૂ ટીમ હાલમાં 2-1થી આગળ છે. હવે શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમમાં વિવાદના અહેવાલો છે. જેને કોચ ગૌતમ ગંભીરે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તેણે પ્લેઈંગ ઈલેવનને લઈને પણ મોટા ખુલાસા કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પરસ્પર અણબનાવના સમાચારો વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી છે કે રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
રોહિત શર્મા સિડની ટેસ્ટ નહીં રમે?
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌતમ ગંભીરને રોહિત શર્માની ગેરહાજરી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં મુખ્ય કોચે કહ્યું હતું કે, "રોહિત શર્મા સાથે બધુ બરાબર છે. મુખ્ય કોચ તમારી સામે છે, તમારે તેમનાથી સંતુષ્ટ થવું જોઈએ. અમે આવતીકાલે ફરી એકવાર પીચનું નિરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય લઈશું.
આ બધા પછી જ્યારે કોન્ફરન્સમાં રોહિત શર્મા વિશે ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તે સિડની ટેસ્ટ રમશે કે નહીં. આના પર કોચ ગંભીરે જવાબ આપ્યો અને કહ્યું, "મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આવતીકાલે પિચનું પરીક્ષણ કરીશું અને પછી જ અમે પ્લેઇંગ ઇલેવન અંગે નિર્ણય આપીશું.
આકાશદીપ ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જાહેરાત કરી કે પીઠના દુખાવાની સમસ્યાને કારણે આકાશદીપ સિડની ટેસ્ટમાં નહીં રમે. આકાશદીપે ઘણી સારી બોલિંગ કરી હતી પરંતુ અત્યાર સુધી તે 2 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો છે. કોચ ગંભીરે આકાશદીપ વિશે કહ્યું, "પીઠની સમસ્યાને કારણે આકાશદીપ છેલ્લી ટેસ્ટમાંથી બહાર રહેશે.
Ind vs Aus: 25 વર્ષોથી નથી ખુલ્યુ જીતનું ખાતું, જાણો સિડની ગ્રાઉન્ડ પર કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ