GoodBye 2021: આ વર્ષે ODIમાં સૌથી વધુ સદી આ આયરિશ બેટ્સમેને ફટકારી, 2 પાકિસ્તાની ખેલાડીઓ પણ ટોપ-5માં સામેલ
આયર્લેન્ડે આ વર્ષે મોટી ક્રિકેટ ટીમો કરતાં વધુ વનડે મેચ રમી છે.
GoodBye 2021: આયર્લેન્ડના બેટ્સમેન પોલ સ્ટર્લિંગે (Paul Stirling) આ વર્ષે ODI ક્રિકેટ (Cricket)માં દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. સ્ટર્લિંગે વર્ષ 2021માં સૌથી વધુ ODI (One Day International) સદી ફટકારી છે. જોકે આયર્લેન્ડે આ વર્ષે મોટી ક્રિકેટ ટીમો કરતાં વધુ વનડે મેચ રમી છે. આ પણ એક કારણ છે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોના ટોપ-5માં કોઈ ખેલાડી નથી જેણે આ વર્ષે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી હોય.
આ એવા ટોપ-5 બેટ્સમેન છે જેમણે આ વર્ષે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી છે....
નંબર 1 પોલ સ્ટર્લિંગ (Paul Stirling): આ આઇરિશ ઓલરાઉન્ડરે આ વર્ષે ODI ક્રિકેટમાં 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. પોલ સ્ટર્લિંગે 2021માં 14 ODIમાં 54ની એવરેજથી 705 રન બનાવ્યા છે. તે આ વર્ષે ODI (One Day International) ક્રિકેટમાં રન બનાવવાની સાથે સાથે સદીના મામલે પણ ટોચ પર છે.
નંબર 2 માલાન (Malan): દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન માલાને આ વર્ષે 8 વનડેમાં 2 સદીની મદદથી 509 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની રન એવરેજ 84 રહી છે.
નંબર 3 બાબર આઝમ (Babar Azam): પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ વર્ષે 6 ODIમાં 67 રનની એવરેજથી 406 રન બનાવ્યા છે. આઝમે આ વર્ષે 2 ODI (One Day International) સદી પણ ફટકારી છે.
નંબર 4 ફખર જમાન (Fakhar Zaman): પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાને પણ આ વર્ષે 6 વનડેમાં 2 સદી ફટકારી છે. તેણે આ વર્ષે 60ની એવરેજથી રન બનાવ્યા છે.
નંબર 5 તમીમ ઈકબાલ (Tamim Iqbal): બાંગ્લાદેશના આ ખેલાડીએ આ વર્ષે 12 ODIમાં 77ની એવરેજથી 464 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 4 અડધી સદી પણ ફટકારી હતી.