નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
ગાંધીનગર:ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી અને જંત્રીના નવા દર સંદર્ભે ચર્ચા થઇ હતી. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે.

ગાંધીનગર:ગુજરાતમાં સૂચિત નવી જંત્રીની જાહેરાત ગૂંચમાં પડી ગઇ છે. 1 એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની સરકારની તૈયારી અટકી ગઇ છે. કેટલીક વહીવટી બાબત અને કેટલીક રાજકીય બાબતોના કારણે જાહેરાત અટકી પડી છે. 1 એપ્રિલના બદલે 15 એપ્રિલ બાદ જાહેરાત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે તો 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યાં છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતા જંત્રીના નવા દર જાહેર કરાશે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી અને જંત્રીના નવા દર સંદર્ભે ચર્ચા થઇ હતી. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 4900 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. , શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીનો સમય રાખવામાં આવ્યો હતી. જે જાહેર હિતને ધ્યાને લઈને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન એમ બંને રીચે વાંધા સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, સરકારે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે 15 એપ્રિલથી નવા દરો અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. છેલ્લે વર્ષ 2011માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષો સુધી સરવે નહીં થયા બાદ બે વર્ષ અગાઉ સરકાર દ્વારા જંત્રીના બમણા દરો લાગુ કર્યા હતા અને તે પછી સમગ્ર રાજ્યમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
