શોધખોળ કરો

Happy Birthday Axar Patel: ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલનો છે આજે જન્મદિવસ, જલદી કરવાનો પોતાની ફિયાન્સ સાથે લગ્ન

ભારતીય ટીમમાં અક્ષર પટેલને ડાબોડી સ્ટાર ઓલરાઉન્ડર માનવામાં આવે છે કેમકે કે તે જીત માટે હાર્ડ અને પાવર હીટિંગ સાથે બેટિંગ કરી શકે છે,

Happy Birthday Axar Patel: આજે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહ્યો છે. હાલમાં અક્ષર ટીમ ઇન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર ક્રિકેટર બની ગયો છે, અને ટીમ ઇન્ડિયામાં વનડે, ટી20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં કમાલ કરી રહ્યો છે. ખાસ વાત છે કે ગયા વર્ષે તેને પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલને પોતાના જન્મદિવસના દિવસે જ રોમાન્ટિક અંદાજમાં પ્રપૉઝ કર્યુ હતુ. જોકે હવે આ યંગ કપલ બહુ જલદી લગ્ન કરવાનું છે. જાણો અક્ષર પટેલના જીવન વિશે.... 
  
અક્ષર પટેલની વાત કરીએ તો....
અક્ષર પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને તેનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો છે, તેનો જન્મ આજના દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1994ના દિવસે થયો હતો, આજે તે 29 વર્ષનો થઇ ચૂક્યો છે. અક્ષર પટેલના પિતાનુ નામ રાજેશ પટેલ અને માતાનુ નામ પ્રીતિ બેન પટેલ છે. 

ભારતીય ટીમમાં અક્ષર પટેલને ડાબોડી સ્ટાર ઓલરાઉન્ડર માનવામાં આવે છે કેમકે કે તે જીત માટે હાર્ડ અને પાવર હીટિંગ સાથે બેટિંગ કરી શકે છે, અને સ્પીન બૉલિંગથી કોઇપણ બેટ્સમેનને પેવેલિયન મોકલી શકવાની તાકાત રાખે છે.

ગુજરાતના નડિયાદમાં અક્ષર પટેલે ક્રિકેટ રમી અને બાદમાં નેશનલ ટીમમાં સિલેક્શન થયુ હતુ, ખાસ કરીને ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અક્ષર પટેલે બાપૂ કહીને બોલાવે છે, આ નામ તેને ધોનીએ આપ્યુ હતુ. 

એન્જિનીયરિંગ છોડીને બન્યો ક્રિકેટર - 
અક્ષર પટેલને બાળપણથી જ ક્રિકેટમાં ખુબ રસ હતો, અને તે આ રમતને પોતાની કેરિયર બનાવવા માંગતો હતો, તેને એન્જિનીયરિંગનો અભ્યાસ આ ક્રિકેટ માટે અધવચ્ચેથી જ છોડી દીધો હતો, જેથી તે પોતાની ક્રિકેટને ન્યાય આપી શકે, તેને બાદમાં પોતાનુ તમામ ફોકસ ક્રિકેટ પર લગાવ્યુ અને આજે તે ટીમ ઇન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર બની ગયો.

Marriage: કેએલ રાહુલ બાદ ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ઓલરાઉન્ડર કરશે લગ્ન, ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા BCCI પાસેથી લીધી રજા -

Axar Patel Marriage: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ મહિનામાં રમાનારી ઘરેલુ વનડે અને ટી20 સીરીઝ પહેલા કેએલ રાહુલ (KL Rahul)ની સાથે સાથે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) પણ બીસીસીઆઇ (BCCI) પાસેથી છુટ્ટી લીધી છે. જેમ કે કેએલ રાહુલ આ દરમિયાન લગ્ન કરશે. એવી જ રીતે અક્ષર પટેલ પણ આ દરમિયાન લગ્ન કરવાનો છે. અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે, રિપોર્ટ્સ છે કે, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અક્ષર પટેલ વિવાહ કરશે. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઇ તરફથી બતાવવામાં આવ્યુ હતુ કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કમિટમેન્ટ્સના કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં રહે. 

લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ - 
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, ગયા વર્ષ 20 જાન્યુઆરી, 2022 એ બન્નેની સગાઇ થઇ હતી, હવે બન્ને લગ્ન માટે બિલુકલ તૈયાર છે. જોકે, હજુ સુધી બન્નેના લગ્નની તારીખ કન્ફૉર્મ નથી થઇ. એવુ કહેવાઇ રહ્યુ છે કે જે સમયે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરદ્ધ ઘરેલુ સીરીઝ રમશે તે દરમિયાન અક્ષર પટેલ પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરી શકે છે. 

જાણો કોણ છે મેહા પટેલ - 
રિપોર્ટ પ્રમાણે મેહા પટેલ એક આહાર અને પોષણ નિષ્ણાંત (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર છે. 

ઉલ્લેખનીય છે કે ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું એક ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને પોતાના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સગાઈ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
IND A vs BAN A Semifinal:  સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ
IND A vs BAN A Semifinal: સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ
Embed widget