Hardik Pandya: છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યાની રસિયન મોડેલ સાથેની તસવીરોએ મચાવ્યો હંગામો,શું ફરી પ્રેમમાં પડ્યો ક્રિકેટર?
Hardik Pandya And Russian Model: હાર્દિક પંડ્યાની રશિયન મૉડલ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પછી તેમના ડેટિંગના સમાચારો તેજ થયા છે.
![Hardik Pandya: છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યાની રસિયન મોડેલ સાથેની તસવીરોએ મચાવ્યો હંગામો,શું ફરી પ્રેમમાં પડ્યો ક્રિકેટર? hardik-pandya-and-russian-model-elena-tuteja-dating-rumours-watch-photos Hardik Pandya: છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યાની રસિયન મોડેલ સાથેની તસવીરોએ મચાવ્યો હંગામો,શું ફરી પ્રેમમાં પડ્યો ક્રિકેટર?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/14092e448249b6b6892175b0f104cc001720671364504397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hardik Pandya And Russian Model Picture: હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 2024 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે હાર્દિકનું શાનદાર પ્રદર્શન અને તેના અંગત જીવનમાં છૂટાછેડાના સમાચાર તેને સતત હેડલાઈન્સમાં રાખે છે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે હાર્દિક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. અંગત જીવનમાં, હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ખૂબ જોરથી ચાલી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાની એક તસવીરે હલચલ મચાવી દીધી છે, જેમાં તે રશિયન મોડલ સાથે જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
નતાશાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિકની આ તસવીર જોઈને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે તે રશિયન મોડલ એલિના ટુટેજા(Elena Tuteja)ને ડેટ કરી રહ્યો છે. તો ચાલો જાણીએ કે હાર્દિક એક રશિયન મોડલને ડેટ કરી રહ્યો છે તેની સમગ્ર સત્યતા.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની જીત અને હાર્દિકના શાનદાર પ્રદર્શન પર પત્ની નતાશા સ્ટેનકોવિકે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી, ત્યારબાદ ભારતીય ઓલરાઉન્ડરના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું. હવે રશિયન મોડલ એલિના ટુટેજા સાથેની હાર્દિકની તસવીરે હલચલ મચાવી દીધી છે.
ખરેખર, મોડલ એલિના ટુટેજાએ તેના સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ અલિનાએ આ તસવીરો શેર કરી હતી. આ તસવીરો જૂની જાહેરાતની છે, જેમાં હાર્દિક પંડ્યા એક મોડલ સાથે જોવા મળી રહ્યો છે. અલિનાએ ત્રણ તસવીરો શેર કરી છે. બે ફોટામાં તે હાર્દિક પંડ્યા સાથે જોવા મળી હતી અને ત્રીજો ફોટો તેણે શેર કર્યો હતો જે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો હતો.
હાર્દિક પંડ્યા અને ટીમ ઈન્ડિયાની તસવીરો દર્શાવતી પોસ્ટને કેપ્શન આપતાં એલિનાએ લખ્યું, ભારતને તેના ચેમ્પિયન પર ખૂબ ગર્વ છે, મેં તેમાંથી એક સાથેના મારા શૂટને યાદ કરવાનો નિર્ણય કર્યો. હાર્દિક પંડ્યા જેમણે અમને તેની ટીમ સાથે ગર્વનો અનુભવ કરાવ્યો.
ડેટિંગન સમાચારને વખોડ્યા
એલિનાએ ડેટિંગના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારા સાથેની તસવીર પણ શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં એલીનાએ લખ્યું હતું કે, હું કોઈને ડેટ કરતી નથી. અભિનેત્રી અને મોડલ હોવાનો ફાયદો પ્રખ્યાત લોકો સાથે કામ કરવાનો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)