શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની બેન સ્ટોક્સ સાથે સરખામણી મુદ્દે ભારતના ક્યા જૂના ક્રિકેટરે હાર્દિક વિશે કરી અપમાનજનક કોમેન્ટ ?
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલમાં જ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ઈરફાન પઠાણે ક્રિકેટની વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું હતું કે, , ભારત પાસે સ્ટોક્સ જેવા ઓલરાઉન્ડર ખેલાડી નથી, પંડ્યાએ હજુ પોતાને સાબિત કરવાની જરૂર છે.
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલમાં જ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બોલિંગ સાથે સાથે બેટિંગથી પણ સારુ પ્રદર્શન કર્યું હતું. સ્ટોક્સે બે ઈનિંગમાં 176 અને 78 રન બનાવ્યા હતા, જ્યારે ત્રણ વિકેટ ઝડપી હતી. તેના દમ પર ઈંગ્લેન્ડે સીરિઝ એક-એકથી બરાબર કરી હતી. જેના બાદ યજમાન ટીમે 2-1થી જીત મેળવી હતી.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ જ્યારે કહ્યું હતું કે, ભારત પાસે સ્ટોક્સ જેવા ઓલરાઉન્ડર ખેલાડી નથી, તો તેના ફેન્સે ટ્વિટર પર જવાબ આપ્યો કે હાર્દિક પંડ્યા સારો ઓલરાઉન્ડર છે. તેના જવાબમાં ઇરફાને કહ્યું કે, પંડ્યાએ હજુ પોતાને સાબિત કરવાની જરૂર છે.
ઈરફાન પઠાણે ક્રિકેટની એક વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે, બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડન મેચ જીતાડીને ખુદ દુનિયાનો નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. હું ટીમ ઈન્ડિયા માટે એક ઓલરાઉન્ડર ખેલાડી શોધુ છું. જે ભારત માટે મેચ જીતે. યુવરાજ સિંહ એક પ્રકારે મેચ જીતાડતો હતો, ટીમમાં એક ઓલરાઉન્ડર હોવું અલગ વાત છે અને હું સંપૂર્ણપણે ટેસ્ટ ક્રિકેટની વાત કરી રહ્યો છું.
તેમણે વધુમાં કહ્યું, અમારી પાસે હાર્દિક પંડ્યા છે, પરંતુ દુર્ભાગ્યથી પંડ્યા ભારત માટે રમતમાં કોઈ પણ ફોર્મેટમાં ટોપ 10માં નથી. તેની પાસે ક્ષમતા છે., તેમાં કોઈ શંકા નથી. જો આપણી પાસે એક ઓલરાઉન્ડર ખેલાડી છે, જે ભારત માટે મેચ જીતાડી શકે છે તો, ભારત ક્રિકેટ ટીમ અજેય હશે. ટીમ ઈન્ડિયા અન્ય ટીમનોની તુલનામાં બહેતર છે.
જો કે, સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 66 ટેસ્ટ, 95 વનડે અને 26 ટીમ મેચ રમવાનો અનુભવ છે, જ્યારે હાર્દિક પાસે 11 ટેસ્ટ, 54 વનડે અને 40 ટી20 મેચ રમી છે. કોઈ પણ ફોર્મેટમાં પંડ્યાએ હજુ 1000 રન પૂરા કરી શક્યો નથી.
પઠાણે કહ્યું કે, અમારી પાસે મેચ વિજેતા ખેલાડી છે, પરંતુ ઓલરાઉન્ડર નથી. અમારી પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા ખેલાડી છે. અમારી પાસે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઈશાંત જેવા પ્રતિભાશાળી ક્રિકેટર છે. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે પરંતુ એર એવો ખેલાડી નથી જે સંપૂર્ણ ઓલરાઉન્ડર હોય છે. હું માત્ર એ કહી રહ્યો છું કે ભારતને મેચ જીતાડનાર એક ઓલરાઉન્ડરની જરૂર છે.
ઈરફાને કહ્યું કે, પંડ્યાએ આગળ આવીને મેચ વિનિંગ પરફોર્મેન્સ આપવું પડશે. તેમના પ્રમાણે હાર્દિક પંડ્યા પાસે કાબિલિયત છે અને ટીમ તેના પર વિશ્વાસ પણ મુકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement