શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન મેચ બાદ બગડી ભારતીય ખેલાડીની હાલત, લઈ જવો પડ્યો હોસ્પિટલ

ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ભારતને આ મેચ દરમિયાન આ હારથી બીજો મોટો ફટકો પણ મળ્યો છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ભય છે.

પાકિસ્તાન સામેની મેચ બાદ હાર્દિક પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યો ન હતો અને તેની જગ્યાએ ઈશાન કિશનને લેવામાં આવ્યો હતો.

BCCI તરફથી મળેલી માહિતી મુજબ હાર્દિક પંડ્યાને બેટિંગ દરમિયાન જમણા ખભામાં ઈજા થઈ હતી. તેમને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે 11 રન બનાવ્યા હતા. ભારતે હવે આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ઈજાએ ભારતનું ટેન્શન વધાર્યું છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને ચિંતિત હતી, કારણ કે તે લાંબા સમયથી બોલિંગ કરી શકતો નથી.

હાર્દિક પંડ્યા કમરના દુખાવાથી પરેશાન હતો

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને પણ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાની પાકિસ્તાન સામેની મેચ ખૂબ જ ખાસ હતી, કારણ કે તે તેની 50 મી ટી 20 મેચ હતી. ટોસ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે તે કમરના દુખાવાથી પરેશાન હતો, પરંતુ હવે સ્થિતિ ઠીક છે.

પાકિસ્તાન સામે હાર

ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ન તો ભારતીય બોલરે સારું પ્રદર્શન કર્યું ન હતું અને બેટિંગમાં વિરાટ કોહલી સિવાય કોઈ બેટ્સમેન ટક્યો ન હતો. આ સાથે ભારતનું ટી 20 વર્લ્ડ કપ અભિયાન ખૂબ જ ખરાબ રીતે શરૂ થયું છે. હવે ટુર્નામેન્ટમાં રહેવા માટે ટીમ ઇન્ડિયાએ આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવું ખૂબ જ જરૂરી છે.

5-1 રેકોર્ડ

T20 વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાન આજ સુધી ભારતને હરાવી શક્યું નથી. પરંતુ આ મેચમાં તેણે શાનદાર વાપસી કરી અને તમામ રેકોર્ડ પર રોક લગાવી દીધી છે. 6 T20 મેચોમાં પાકિસ્તાનની આ પ્રથમ જીત હતી. હવે બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ 5-1નો થઇ ગયો છે. તે જ સમયે, ભારત હજુ પણ વનડેમાં 7-0થી આગળ છે. ધોનીની કપ્તાનીમાં આજતક ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, પરંતુ કોહલીની કેપ્ટનશિપમાં આજે આ રેકોર્ડ પણ બન્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget