શોધખોળ કરો
Advertisement
ભારતના આ સ્ટાર ક્રિકેટરની ગર્લફ્રેન્ડે બેબી બેમ્પ સાથે શેર કરી બાથરૂમ સેલ્ફી, તસવીર થઇ વાયરલ
નતાસા અવારનવાર પોતાની બેબી બમ્પ વાળી સેલ્ફી શેર કરતી રહી છે. હવે તેને પોતાના બાથરૂમમાંથી બેબી બેમ્પ વાળી બાથરૂમ સેલ્ફી શેર કરી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાસા સ્ટાન્કૉવિક બહુ જલ્દી માબાપ બનવાના છે. આ વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરીને જણાવ્યુ હતુ કે તે અને નતાસા માતા પિતા બનવાના છે. ત્યારપછીથી નતાસા અવારનવાર પોતાની બેબી બમ્પ વાળી સેલ્ફી શેર કરતી રહી છે. હવે તેને પોતાના બાથરૂમમાંથી બેબી બેમ્પ વાળી બાથરૂમ સેલ્ફી શેર કરી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
નતાસાએ ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પોતાની તસવીર શેર કરી છે, આમાં બેબી બમ્પની સાથે તે બાથરૂમમાં ઉભી છે, અને તેને બ્લેક મેક્સી ડ્રેસ પહેરેલો છે. આ તસવીરના કેપ્શનમાં તેને લખ્યું છે- બેબી ઇઝ ઓન ધ વે. ખેર, એ કહેવાની જરૂર નથી કે આ તસવીરમાં પણ તે બેબી બમ્પ સાથે એકદમ હૉટ લાગી રહી છે.
નોંધનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વર્ષની શરૂઆતમાં 1લી જાન્યુઆરીએ નતાસાની સાથે સગાઇની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ બન્નેએ લગ્ન કર્યા, બાદમાં તસવીર શેર કરી જાણકારી આપી કે તે બન્ને માતાપિતા બનવાના છે.
નતાસાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- હાર્દિક અને મે અત્યાર સુધી એક યાદગાર યાત્રા શરૂ કરી છે. આ હવે વધુ બેસ્ટ થવા જઇ રહ્યું છે. અમે બહુજ જલ્દી અમારી જિંદગીમાં એક નવી લાઇફનુ સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion