શોધખોળ કરો

150મી  T20I માં હરમનપ્રીતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવુ કરનારી ભારતની પ્રથમ મહિલા અને વિશ્વની ચોથી ક્રિકેટર બની

હરમનપ્રીત કૌર 150 T20 ઈન્ટરનેશનલ મેચ રમનારી પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. આ સિવાય ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે આયર્લેન્ડ સામેની મેચમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.  

Most T20 Matches For India: ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌર 150 T20 ઈન્ટરનેશનલ મેચ રમનારી પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. આ સિવાય ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે આયર્લેન્ડ સામેની મેચમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.  હરમનપ્રીત કૌર મહિલા આંતરરાષ્ટ્રીય T20 મેચમાં 3000 રન બનાવનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. આ સિવાય તે આંતરરાષ્ટ્રીય મહિલા T20 ક્રિકેટમાં 3 હજાર રન બનાવનારી એકંદરે ચોથી ખેલાડી છે. હરમનપ્રીત કૌર પહેલા ત્રણ મહિલા ખેલાડીઓ ઈન્ટરનેશનલ ટી-20 મેચમાં 3000 રનનો આંકડો સ્પર્શી ચૂકી છે.

હરમનપ્રીત 150 ઈન્ટરનેશનલ ટી20 મેચ રમનારી પ્રથમ ભારતીય ક્રિકેટર બની છે

હરમનપ્રીત કૌર 150 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમનારી પ્રથમ ભારતીય ક્રિકેટર છે. આ પહેલા કોઈ પણ પુરુષ કે મહિલા ભારતીય ખેલાડીએ 150 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિત શર્માએ 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ભુવનેશ્વર કુમારે અનુક્રમે 115, 98 અને 87 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે જ સમયે, આ યાદીમાં હાર્દિક પંડ્યા, સુરેશ રૈના અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ સામેલ છે.

'BCCI સિવાય હું ICCનો આભાર માનું છું'

ટોસ સમયે હરમનપ્રીત કૌરે 150 T20 ઈન્ટરનેશનલ મેચ રમવા પર કહ્યું કે આ સન્માનની વાત છે. તેણે કહ્યું કે મારા ઘણા સાથી ખેલાડીઓએ મને અભિનંદન અને શુભેચ્છા પાઠવી, હું આ સમયે ખૂબ જ ભાવુક છું. સાથે જ તેણે કહ્યું કે BCCI સિવાય હું ICCનો પણ આભાર માનું છું. 

ટીમ ઈન્ડિયાને મળી શાનદાર જીત, આયર્લેન્ડને DL મેથડથી હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત

મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ  આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું છે.   વરસાદના કારણે મેચ રોકાય હતી. ત્યારબાદ આ હાર જીતનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આપવામાં આવ્યો હતો. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. સ્મૃતિની શાનદાર બેટિંગ અને ભારતની આ જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. 

 ટીમ ઈન્ડિયા T20 મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ સાથે જ ભારતીય ટીમ ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ બાદ અંતિમ ચારમાં પહોંચનારી બીજી ટીમ છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

Embed widget