Champions Trophy 2025 Prize Money: વિજેતા પર થશે પૈસાનો વરસાદ, હારનારી ટીમને પણ મળશે કરોડો રુપિયા, જાણો પ્રાઈઝ મની
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બમ્પર ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.

ICC Champions Trophy 2025 Prize Money Announced: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બમ્પર ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. તો ચાલો જાણીએ ICC દ્વારા ટૂર્નામેન્ટ માટે કેટલી ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પ્રાઈઝ મની
ચેમ્પિયન્સ ટ્રોફી માટે કુલ 6.9 મિલિયન ડોલર (લગભગ 59.62 કરોડ ભારતીય રૂપિયા)ની ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી હતી. આમાં ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.46 કરોડ ભારતીય રૂપિયા)ની ઈનામી રકમ આપવામાં આવશે. આ સિવાય રનર અપ ટીમને 1.24 મિલિયન રૂપિયા (9.73 કરોડ ભારતીય રૂપિયા) આપવામાં આવશે.
અન્ય ટીમોને પણ ઈનામ મળશે
વિજેતા અને ઉપવિજેતા ઉપરાંત ટુર્નામેન્ટની સેમી ફાઇનલિસ્ટ ટીમો પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થશે. સેમી ફાઇનલિસ્ટ ટીમોને ઈનામી રકમ તરીકે $5,60,000 (4.86 કરોડ ભારતીય રૂપિયા) આપવામાં આવશે.
આ સિવાય પાંચમા અને છઠ્ઠા ક્રમે આવનાર ટીમોને $3,50,000 (3.04 કરોડ ભારતીય રૂપિયા) આપવામાં આવશે. સાતમા અને આઠમા ક્રમે આવનાર બાકીની ટીમોને $1,40,000 (1.22 કરોડ ભારતીય રૂપિયા) આપવામાં આવશે.
વિજેતા ટીમ- 2.24 મિલિયન ડોલર (19.46 કરોડ ભારતીય રૂપિયા)
રનર અપ - $1.24 મિલિયન (9.73 કરોડ ભારતીય રૂપિયા)
સેમિફાઇનલિસ્ટ- $5,60,000 (4.86 કરોડ ભારતીય રૂપિયા)
પાંચમી અને છઠ્ઠી ટીમ - $3,50,000 (3.04 કરોડ ભારતીય રૂપિયા)
સાતમા કે આઠમા નંબરની ટીમ – 1,40000 ડોલર (1.22 કરોડ ભારતીય રૂપિયા).
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમો
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટની 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ગ્રુપ સ્ટેજ:
ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ બી: ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમ તેની બધી મેચ પાકિસ્તાનની બહાર રમશે. કારણ કે BCCI એ પહેલાથી જ કહ્યું હતું કે તે આ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલશે નહીં.
હવે ન નાસ્તો,ન હોટેલમાં જગ્યા અને ન તો... ગૌતમ ગંભીરના નજીકના સહાયક અંગે BCCI એક્શન મૂડમાં!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
