T20 World Cup 2022: T20 વર્લ્ડકપ પહેલા ICC એ લીધો મોટો નિર્ણય, નવા નિયમો કર્યા લાગુ
Cricket New Rules: સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની મેન્સ ક્રિકેટ કમિટીની ભલામણોને મંજૂરી આપ્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Cricket Rules: T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ બદલાયેલા નિયમો સાથે, T20 વર્લ્ડ કપ 2022 રમાશે. સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની મેન્સ ક્રિકેટ કમિટીની ભલામણોને મંજૂરી આપ્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે
બોલને પોલિશ કરવા પર પ્રતિબંધ
કોરોનાને જોતા ICCએ છેલ્લા બે વર્ષથી બોલ પર થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ નિયમ પર કાયમી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે હવે પછીનો નિયમ ન બદલાય ત્યાં સુધી કોઈપણ બોલર બોલ પર થૂંક કે લાળ લગાવી શકશે નહીં. બોલને પોલિશ ન કરવાનો નિયમ વર્ષ 2020માં દાખલ કરવામાં આવ્યો હતો.
T20 World Cup: ન્યુઝીલેન્ડે જાહેર કરી ટી-20 વર્લ્ડકપ ટીમ, આ ખેલાડી રમશે સાતમો T20 વર્લ્ડકપ
માત્ર 2 મિનિટમાં તૈયાર થઈ જવું પડશે
બેટ્સમેને હવે ટેસ્ટ અને વનડેમાં બે મિનિટમાં બેટિંગ કરવા માટે તૈયાર રહેવું પડશે, જ્યારે ટી-20 ફોર્મેટમાં આ સમય માત્ર 90 સેકન્ડનો હશે. અગાઉ આ સમય ટેસ્ટ અને વનડે મેચમાં 3 મિનિટનો હતો અને જ્યારે બેટ્સમેન ન આવતા ત્યારે ફિલ્ડિંગ કેપ્ટન સમય કાઢી લેતો હતો.
કેચ આઉટ થશે ત્યારે આ ખેલાડી બેટિંગ કરશે
આઈસીસીના નવા નિયમો અનુસાર કેચ આઉટ થવા પર માત્ર નવો બેટ્સમેન જ બેટિંગ કરશે. અગાઉ જ્યારે કોઈ બેટ્સમેન કેચ આઉટ થતો હતો અને જો તે નોન-સ્ટ્રાઈકર બેટ્સમેનને પાર કરે છે. તેથી આ સ્થિતિમાં નવો બેટ્સમેન નોન સ્ટ્રાઈક એન્ડ પર આવતો હતો, પરંતુ હવે સ્ટ્રાઈક બદલ્યા પછી પણ નવા બેટ્સમેન સ્ટ્રાઈક લેશે
ICC announces changes in playing conditions, using saliva to polish ball prohibited
— ANI Digital (@ani_digital) September 20, 2022
Read @ANI Story | https://t.co/0STO6eTMkK
#ICC #cricket #InternationalCricket pic.twitter.com/LDQnvS1EPr
આ પણ વાંચોઃ
કેમ મનાવવામાં આવે છે શારદીય નવરાત્રી, જાણો પૌરાણિક ઈતિહાસ અને મહત્વ
વીડિયો કાંડનું છે મુંબઈ કનેકશન ? હવે વિદેશી નેટવર્ક, પોર્ન સાઇટ એંગલથી પણ થશે તપાસ