WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે પુરૂષ અને મહિલાઓને સમાન ઈનામની રકમ આપવામાં આવશે.
WOMEN'S T20 WORLD CUP 2024: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે પુરૂષ અને મહિલાઓને સમાન ઈનામની રકમ આપવામાં આવશે. જેની શરૂઆત આવતા મહિને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે.
ICCના નિવેદન મુજબ મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર મળશે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મહિલા T20 વર્લ્ડ કપ જીતવા બદલ ઓસ્ટ્રેલિયાને 1 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.
આ રીતે તેમાં 134 ટકાનો વધારો થયો છે. ભારતીય પુરૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.
The stakes just got higher 🚀
Biggest-ever prize money pool announced for ICC Women’s #T20WorldCup 2024 👇https://t.co/CSuMLPjbwV — ICC (@ICC) September 17, 2024
ICCએ કહ્યું કે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે. જેમાં મહિલાઓને પુરૂષો જેટલી ઈનામી રકમ મળશે જે આ રમતના ઈતિહાસમાં મહત્વની સિદ્ધિ હશે. નિવેદન અનુસાર, આ નિર્ણય જુલાઈ 2023માં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં લેવામાં આવ્યો હતો.
જ્યારે ICC બોર્ડે તેના 2030ના શેડ્યૂલથી સાત વર્ષ આગળ ઈનામની રકમ સમાન કરવાનો નિર્ણય લીધો હતો. આમ ક્રિકેટ એ પ્રથમ મોટી રમત બની છે જેમાં વિશ્વ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઈનામી રકમ હોય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી UAEમાં રમાશે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ICCએ મહિલા T20 વર્લ્ડ કપને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરી દીધો. ભારત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાની સફર શરૂ કરશે.
ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું- રમતના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને ખુશી છે કે ICC વૈશ્વિક ઈવેન્ટ્સમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. 2017થી, અમે સમાન ઈનામી રકમ હાંસલ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે અને હવેથી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટેની ઈનામની રકમ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ જીતવા માટે સમાન હશે.
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?