શોધખોળ કરો
Advertisement
ICCએ પૉલ કરીને ફેન્સને પુછ્યુ કોણ મારે છે બેસ્ટ કવર ડ્રાઇવ કોહલી, રૂટ, વિલિયમસન કે બાબર આઝમ? ફેન્સે આપ્યો આવો જવાબ, જાણો વિગતે
ખરેખરમાં આઇસીસીએ પૉલ મારફતે ફેન્સને પુછ્યુ હતુ કે ભારતના વિરાટ કોહલી, પાકિસ્તાનની બાબર આઝમ, ઇંગ્લેન્ડના જૉ રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનમાંથી કોનુ કવર ડ્રાઇવ વધુ સારુ છે
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે કંઇકને કંઇક નુસ્ખા કરતુ રહે છે. હંમેશા તે ક્રિકેટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ફેન્સમાટે પૉલ પણ કરતુ રહે છે. આ ક્રમમાં તાજેતરમાં આઇસીસીએ બેસ્ટ કવર ડ્રાઇવ માટે પૉલ કર્યો હતો.
ખરેખરમાં આઇસીસીએ પૉલ મારફતે ફેન્સને પુછ્યુ હતુ કે ભારતના વિરાટ કોહલી, પાકિસ્તાનની બાબર આઝમ, ઇંગ્લેન્ડના જૉ રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનમાંથી કોનુ કવર ડ્રાઇવ વધુ સારુ છે.
આઇસીસીના આ પૉલમાં ફેન્સે વિલિયમસન અને જૉ રૂટના કવર ડ્રાઇવમાં વધુ રૂચિ ન હતી બતાવી, પરંતુ કોહલી અને બાબર આઝમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
કાંટાની ટક્કરમાં બાબર આઝમ થયો વિજેતા
આઇસીસીના આ પૉલમાં જૉ રૂટે માત્ર 1.1 ટકા મત મળ્યા. કેન વિલિયમસનને 7.1 ટકા મત મળ્યા. વળી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ પૉલમાં 45.9 ટકા મત મળ્યા જ્યારે પાકિસ્તાનના બાબર આઝમને 46 મત મળ્યા હતા. આમ આ પૉલમાં બાબર આઝમ વિજેતા થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion