શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPLની વચ્ચે KKRના આ યુવા ખેલાડી પર લાગ્યો બે મેચોનો પ્રતિબંધ, ICCએ દોષી ઠેરવ્યો, જાણો શું છે મામલો....

ICCએ અમેરિકન ફાસ્ટ બૉલર અલી ખાન (Ali Khan) પર પ્રતિબંધ મુક્યો છે. અલી ખાન યુએસએમાં પ્લેઓફ ક્વૉલિફાયર મેચ દરમિયાન ICCની આચાર સંહિતાના લેવલ 1 માટે દોષિત ઠર્યો છે.

ICC News: ક્રિકેટની દુનિયા અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગના રોમાંચમાં ડુબી છે, ત્યારે આ બધાની વચ્ચે આઇસીસી એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે એક મોટો ચૂકાદો આપ્યો છે. આઇસીસીએ (ICC) IPL માં રમી રહેલા એક ખેલાડી પર 2 મેચોની મોટો પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધનું કારણ એ છે કે, આ ખેલાડી હવે એક ICCની જ એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે. ઉલ્લેખનીય છે કે, ICCએ જે ખેલાડી પર પ્રતિબંધ લગાવ્યો છે તેનુ નામ અલી ખાન છે. ખાસ વાત છે કે અમેરિકાનો પહેલો ક્રિકેટર છે જે આઇપીએલમાં રમી રહ્યો છે. જાણો શુ છે મામલો....

આ ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ - 
ICCએ અમેરિકન ફાસ્ટ બૉલર અલી ખાન (Ali Khan) પર પ્રતિબંધ મુક્યો છે. અલી ખાન યુએસએમાં પ્લેઓફ ક્વૉલિફાયર મેચ દરમિયાન ICCની આચાર સંહિતાના લેવલ 1 માટે દોષિત ઠર્યો છે. અલી ખાનને ગયા મંગળવારે વિન્ડહોકમાં જર્સી ટીમ સામે યુએસએની મેચમાં ખેલાડી અને સહ-કાર્યકરો વિરુદ્ધ ઉશ્કેરણીજનક શબ્દો અને ભાષાપ્રયોગ કે હાવભાવનો ઉપયોગ કરવા જેવી અયોગ્ય વર્તણૂક માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ICC કલમ 2.5નું ઉલ્લંઘન છે અને તેને 1 ડીમેરિટ પૉઈન્ટ આપવામાં આવ્યો છે, આ કારણોસર હવે તેના પર બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, ક્રિકેટ વર્લ્ડ કપ ક્વૉલિફાયર પ્લે-ઓફ મેચ દરમિયાન ICC આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. 4 એપ્રિલે યુએસએ અને જર્સી વચ્ચે રમાયેલી મેચમાં ખેલાડીઓ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો.

યુએસએના બે ખેલાડીઓ, અલી ખાન અને જસદીપ સિંહ અને જર્સીના ઇલિયટ માઇલ્સને હાઇ-વોલ્ટેજ મેચમાં ICC આચાર સંહિતાના લેવલ 1 ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ખાનને ICCની આચાર સંહિતાની કલમ 2.5નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટ્સમેનને આઉટ કર્યા બાદ ભાષા, હરકતો કે હાવભાવ દ્વારા તેનું અપમાન કરવામાં આવે તો તે નિયમોની વિરુદ્ધ છે.

આગામી બે મેચમાંથી મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે
ખાનને ડિમેરિટ પોઈન્ટ મળે છે. જેનો અર્થ છે કે તે આગામી બે મેચ T20I અથવા ODI રમી શકશે નહીં. ખાન પહેલાથી જ ત્રણ ડીમેરિટ પોઈન્ટ મેળવી ચૂક્યો છે. 24 મહિનાની અંદર કુલ ચાર ડિમેરિટ પોઈન્ટ્સ પ્રાપ્ત કર્યા પછી કલમ 7.6 અનુસાર બે મેચ સસ્પેન્શનમાં રૂપાંતરિત. તેના પર મેચ ફીના 15 ટકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Embed widget