ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: શુભમન ગિલે 784 રેટિંગ પોઈન્ટ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

ICC Latest Rankings: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇસીસી) એ બુધવારે (12 માર્ચ) લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 76 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, વિરાટ કોહલીને રેન્કિંગમાં નુકસાન થયું છે. સ્પિન બોલર કુલદીપ યાદવે પણ છલાંગ લગાવી છે અને રવિન્દ્ર જાડેજા પણ ટોચના 10 બોલરોમાં સામેલ થઈ ગયો છે.
Champions Trophy finalists receive big boost in the latest ICC Men's Player Rankings 👊
— ICC (@ICC) March 12, 2025
Read more ⬇️https://t.co/YM26ak85wm
શુભમન ગિલે 784 રેટિંગ પોઈન્ટ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 770 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રોહિત શર્મા બે સ્થાન ઉપર આવીને પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમવાનો ફાયદો મળ્યો હતો. આ ઇનિંગ માટે તેને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
કુલદીપ અને જાડેજાને પણ ફાયદો થયો
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલી 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ICC રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. તે ચોથા સ્થાનથી પાંચમા સ્થાને સરકી ગયો છે. તેના 736 રેટિંગ પોઈન્ટ છે.
ભારતીય સ્પિનર કુલદીપ યાદવને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 650 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે છઠ્ઠા સ્થાને હતો. રવિન્દ્ર જાડેજા 3 સ્થાન ઉપર આવીને ટોચના 10 બોલરોમાં સામેલ થયા છે. પહેલા તે 13મા નંબરે હતો. હવે તે 616 રેટિંગ પોઈન્ટ સાથે 10મા સ્થાને આવી ગયો છે.
વરુણ ચક્રવર્તી 16 સ્થાન ઉપર આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનર વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેને ICC રેન્કિંગમાં પણ સતત આનો ફાયદો મળ્યો છે. અગાઉ તે 140થી વધુ સ્થાન ઉપર આવ્યો હતો, હવે લેટેસ્ટ રેન્કિંગમાં તેને 16 સ્થાનનો ફાયદો થયો છે.
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ધમાકેદાર પૂર્ણાહુતિ બાદ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે, જેમાં કુલ પાંચ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. જો કે, ક્રિકેટ જગતને ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોના એક પણ ખેલાડીને આ સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન મળ્યું નથી.




















