શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર, ભારત કેટલી મેચો રમશે ને કોણ કરશે કેપ્ટનશી, જાણ વિગતે
આ સીરીઝ માટે છ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. આ વિષય પર વાત કરતા આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપના સીઇઓ એન્ડ્રિયા નેલ્સને કહ્યું કે અમે આ ટૂર્નામેન્ટ કરાવવા માટે પુરી રીતે તૈયાર છીએ. જલ્દી વિશ્વને એક નવો ચેમ્પિયન મળશે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપનુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. શિડ્યૂલ અનુસાર, આ ટૂર્નામેન્ટમાં કુલ 31 મેચ રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ 4 માર્ચ, 2022ના રોજ વેલિંગટનના બેસિન રિઝર્વમાં રમાશે. વળી ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 3 એપ્રિલ 2022એ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. આઇસીસીએ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર આ શિડ્યૂલ વિશે જાણકારી આપી છે.
આ સીરીઝ માટે છ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. આ વિષય પર વાત કરતા આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપના સીઇઓ એન્ડ્રિયા નેલ્સને કહ્યું કે અમે આ ટૂર્નામેન્ટ કરાવવા માટે પુરી રીતે તૈયાર છીએ. જલ્દી વિશ્વને એક નવો ચેમ્પિયન મળશે.
નેલ્સને કહ્યું કે, હું ઇચ્છુ છુ કે લોકો આ ટૂર્નામેન્ટને વધુમાં વધુ જુએ, અને પોતાની મનપસંદ ટીમને ચીયર કરે.
ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ 5 માર્ચથી સેડોન પાર્કમાં ચિત પ્રતિદ્વન્દ્વી ઓસ્ટ્ર્રેલિયા સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. જ્યારે ભારત આ વર્લ્ડકપમાં કુલ સાત મેચો રમશે. ભારતની ચાર મેચો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ છે, જ્યારે ત્રણ મેચ ક્વૉલિફાયર ટીમો સામે રમશે. મિતાલી રાજ વર્લ્ડકપમાં ભારતીય ટીમની આગેવાની કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
મનોરંજન
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion