શોધખોળ કરો
Advertisement
T-20 વર્લ્ડકપ 2020 માટે વેચાઈ ગયેલી ટિકિટોનું શું થશે ? ICC એ શું કહ્યું, જાણો વિગતે
ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે, 2020 ટી20 વર્લ્ડકપ માટે પ્રશંસકોએ જે ટિકિટ ખરીદી છે તે આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે માન્ય રહેશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને રદ કર્યો છે. હવે વર્લ્ડ કપનું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. સોમવારે આઈસીસીની બોર્ડ મિટિંગમાં વર્લ્ડ કપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે, 2020 ટી20 વર્લ્ડકપ માટે પ્રશંસકોએ જે ટિકિટ ખરીદી છે તે આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે માન્ય રહેશે. જોકે, આ માટે એક શરત પણ રાખી છે. આઈસીસીએ કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાનારો ટી-20 વર્લ્ડકપ 2021માં આયોજિત થશે તો પ્રશંસકોએ જે ટિકિટ 2020 વર્લ્ડકપ માટે ખરીદી છે તે માન્ય રહેશે, પરંતુ જો વર્લ્ડકપ 2022માં યોજાશે તો ટિકિટ ખરીદનારાને પૂરા પૈસા પરત કરી દેવાશે. ICCએ તેની વેબસાઈટ પર આ જાણકારી આપી છે.
આઈસીસીએ તેની વેબસાઇટ પર કહ્યું, જો ઓસ્ટ્રેલિયામાં રમાનારો 2020 ટીવર્લ્ડકપ 2021માં આયોજિત થશે તો ટિકિટધારકોને ટિકિટ માત્ર અપડેટ કરી અપાશે. જો ઓસ્ટ્રેલિયા 2022માં ટી20 વર્લ્ડકપની યજમાની કરે તો ટિકિટ ખરીદનારાને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે.
આઈસીસીના ફ્યૂચર ટૂર પ્લાન પ્રમાણે, સદર બે વર્ષે ટી-20 વર્લ્ડકપ રમાવાનો હતો. કોરોના વાયરસના કારણે 2020માં વર્લ્ડકપ રદ્દ કરવામાં આવ્યો છે તેતી તેને 2021 કે 2022માં આયોજીત કરાશે. 2020 ટી-20 વર્લ્ડકપ ક્યારે રમાશે તેને લઈ આઈસીસીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. સૂત્રો મુજબ, 2021માં ઓસ્ટ્રેલિયા અને 2022માં ભારત ટી-20 વર્લ્ડકપની યજમાની કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement