શોધખોળ કરો
ખાલી સ્ટેડિયમમાં રમાઈ શકે છે ટી20 વર્લ્ડકપ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપ્યો સંકેત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, જૂન મહિનાથી કદાચ બધું રાબેતા મુજબ થઈ જશે તેવી આશા છે.

સિડનીઃ કોરોના વાયરસ સંક્રમણના કારણે સમગ્ર વિશ્વ મુશ્કેલમાં છે. આ મહામારીના કારણે તમામ રમતોનું આયોજન સ્થગિત કે રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ પર પણ ખતરો ઉભો થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, જૂન મહિનાથી કદાચ બધું રાબેતા મુજબ થઈ જશે તેવી આશા છે. રમત ગમતના ગાડી પરત પાટા પર ફરવામાં 30 જૂન સુધીનો સમય લાગશે. જો સ્થિતિ સામાન્ય હશે અને ખેલાડીઓમાં કોરોનાનો ડર હશે તો દર્શકોની હાજરી વગર ખાલી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ રમાઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી બે મહિના સુધી 80 ટકા સ્ટાફના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, બોર્ડે આ નિર્ણય નાણાંકીય કટોકટીના કારણે લીધો છે.
વધુ વાંચો




















