ICC Test All Rounder Ranking: ટેસ્ટમાં ઓલ રાઉન્ડર ખેલાડીઓનું રેન્કિંગ જાહેર, જાડેજાની બાદશાહત યથાવત
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન આઈસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે
ICC Test All Rounder Ranking: બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન આઈસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે અને ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડરનો તાજ ફરીથી પોતાના નામે કરવા માટે હવે ફક્ત એક ક્રમ દુર છે. ICCએ બુધવારે ટેસ્ટ ફોર્મેટના ઓલ રાઉન્ડર ખેલાડીઓનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ટોપ પર સ્થાન યથાવત છે. શાકિબ અલ હસનને આ લેટેસ્ટ રેન્કિંગમાં ગત સ્થાન કરતાં બે પાયદાનના ફાયદા સાથે બીજા ક્રમે સ્થાન મળ્યું છે.
આ રેન્કિંગની યાદીમાં બીજા ક્રમે પહોંચનારા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની વાત કરીએ તો. શાકિબે વેસ્ટઈન્ડિઝ સામે કૈરેબિયનમાં ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં બાંગ્લાદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશના કેપ્ટને પહેલી ઈનિંગમાં 51 રનો સાથે મહત્વનો સ્કોર કર્યો હતો અને બીજી ઈનિંગમાં 63 રન બનાવીને પ્રભાવશાળી ઈનિંગ રમી હતી. શાકિબની આ દમદાર બેટિંગના કારણે જ વેસ્ટઈંડિઝને બીજી વખત બેટિંગ કરવા માટે આવવું પડ્યું હતું. શાકિબ અલ હસન હાલ 346 પોઈન્ટ સાથે ટેસ્ટના ઓલ રાઉન્ડર ખેલાડીઓમાં બીજા સ્થાન પર છે.
જાડેજાનું ટોપ પર સ્થાન યથાવતઃ
શાકિબ અલ હસનને આ યાદીમાં ટોપ પર આવવું હોય તો હજી ઘણી મહેનત કરવી પડશે. હાલ આ યાદીમાં ભારતના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા 385 પોઈન્ટની રેટિંગ સાથે ટોપ પર છે. શાકિબ અલ હસને પોતાની બેટિંગની સાથે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. ટેસ્ટ ફોર્મેટના ઓલ રાઉન્ડર ખેલાડીઓના હાલના રેન્કિંગની યાદીમાં ભારતનો ખેલાડી આર. અશ્વિન 341 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.
આ પણ વાંચોઃ
Breaking News LIVE: મને કોઈ અટેક નહોતો આવ્યો, મારું અપહરણ થયું હતુંઃ નીતિન દેશમુખ
PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE