PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE
PM Modi Germany Visit: વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી તેમની જર્મનીની મુલાકાત દરમિયાન બે સત્રોને સંબોધિત કરે તેવી શક્યતા છે.
PM Modi Germany Visit: જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26-27 જૂને G7 શિખર સંમેલન માટે જર્મની પ્રવાસે જશે. G7 સમિટનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી તેમની જર્મનીની મુલાકાત દરમિયાન બે સત્રોને સંબોધિત કરે તેવી શક્યતા છે. જેમાં પર્યાવરણ, ઉર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, લિંગ સમાનતા અને લોકશાહી જેવા વિષયોનો સમાવેશ થાય છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમિટ દરમિયાન વડા પ્રધાન સમિટમાં ભાગ લેનારા કેટલાક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
PM Modi to visit Germany for G7 summit; will also travel UAE: MEA
— ANI Digital (@ani_digital) June 22, 2022
Read @ANI Story | https://t.co/e0Bd0I4TjO#PrimeMinister #PMModi #PMinGermany #G7Summit pic.twitter.com/PeYsCGtTPm
PM મોદી 28 જૂને UAEની પણ મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી. મંત્રાલયના નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી જર્મનીમાં G7 સમિટમાં ભાગ લીધા બાદ 26-27 જૂનના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે અને UAEના પૂર્વ રાષ્ટ્રપતિ અને શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત શ્રદ્ધાજંલિ આપશે અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવશે. મોદી 28 જૂનની રાત્રે UAEથી દેશ પરત ફરશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમા 12 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 12,249 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 79 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 81,687 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,903 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,25,055 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,45,99,906 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 12,28,291 ડોઝ આપવામાં આવ્યા હતા.