Delhi News: આસામના CMની પત્નીએ મનીષ સિસોદીયા વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ, 100 કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઇ રહી નથી. દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઇ રહી નથી. દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી ડો. હેમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ મંગળવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સિવિલ જજ, ગુવાહાટીની કોર્ટમાં રિંકી ભુયાન શર્માએ માનહાનિનો સિવિલ કેસ દાખલ કર્યો છે અને નુકસાનીના વળતરમાં 100 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે.
Assam CM's wife files Rs 100 cr defamation suit against Manish Sisodia
— ANI Digital (@ani_digital) June 21, 2022
Read @ANI Story | https://t.co/MLWEzz33uN#ManishSisodia #HimantaBiswaSarma #defamationsuit pic.twitter.com/U08tzyLpyb
ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની રિંકી ભૂયાને મંગળવારે PPE કિટ મુદ્દે દિલ્હીના ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલે ગુવાહાટી હાઈકોર્ટમાં 22 જૂને સુનાવણી થઈ શકે છે. રિંકી ભૂયાનના વકીલ પી નાયકે કહ્યું કે રિંકી ભૂયાન સરમાએ એફઆઈઆર દાખલ કરી છે.
તાજેતરમાં જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા પર PPE કિટના કોન્ટ્રાક્ટને લઈને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે હેમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને પુત્રના બિઝનેસ પાર્ટનરની કંપનીઓને 2020માં બજાર દરો કરતાં વધુ ભાવે PPE કિટના સપ્લાય માટે સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. સિસોદિયાના આ નિવેદન પર હેમંત બિસ્વાએ કહ્યું હતું કે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે, કારણ કે તેમની પત્નીએ એક પણ રૂપિયો લીધા વિના સરકારને 1500 PPE કિટ દાન કરી છે.
Farming in Monsoon: ચોમાસાની સીઝનમાં બંપર ઉત્પાદન આપશે આ 5 શાકભાજી, ખેતી માટે ખરીદો સારી ક્વોલિટીનું બિયારણ
PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE
દક્ષિણ આફ્રિકાની ટી20 ટીમમાં પાછો આવશે આ તોફાની બેટ્સમેન ? IPLથી લઇને દરેક ટી20 ટૂર્નામેન્ટમાં મચાવી ચૂક્યો છે ધમાલ
PIB Fact Check: શું સરકાર દેશના તમામ બેરોજગારોને દર મહિને 25 હજાર રૂપિયા આપશે? જાણો સરકારે શું કહ્યું.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
