શોધખોળ કરો
Advertisement
ICC Test Ranking: પ્રથમ ક્રમે પહોંચ્યો કેન વિલિયમસન, જાણો ટોપ-10માં કેટલા છે ભારતીય
ટોપ ટેનમાં કુલ ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણે 5 ક્રમના ઉછાળા સાથે છઠ્ઠા ક્રમે પહોચી ગયો છે.
ICC Test Ranking: ICCએ ટેસ્ટ રેન્કિંગનું નવું લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ નંબરે પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાન પર છે. કેન વિલિયમસન 890 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે, 879 પોઇન્ટ સાથે કોહલી બીજા ક્રમે છે. ભારત સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ જતાં સ્ટીવ સ્મિથને નુકસાન થયું છે. સ્મિથ પહેલા નંબરેથી ત્રીજા નંબર પર આવી ગયો છે.
ટોપ ટેનમાં કુલ ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણે 5 ક્રમના ઉછાળા સાથે છઠ્ઠા ક્રમે પહોચી ગયો છે. તેના 784 પોઇન્ટ છે. જ્યારે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા 10માં ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સામેની બંને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તે 2 પોઇન્ટ ગબડીને 10 ક્રમે પહોંચી ગયો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તેના 728 પોઇન્ટ છે.
850 પોઇન્ટ સાથે લાબુશાને ચોથા, 789 પોઇન્ટ સાથે બાબર આઝમ પાંચા, 784 પોઇન્ટ સાથે રહાણે છઠ્ઠા, 777 પોઇન્ટ સાથે વોર્નર સાતમા, 760 પોઇન્ટ સાથે બેન સ્ટોક્સ આઠમા, 738 પોઇન્ટ સાથે જો રૂટ નવમા અને 728 પોઇન્ટ સાથે પુજારા 10મા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ગેજેટ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion