શોધખોળ કરો

World Cup 2023 Schedule:  આજે જાહેર કરાશે વન-ડે વર્લ્ડકપનો કાર્યક્રમ, 100 દિવસ બાદ શરૂ થશે ટુનામેન્ટ

આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે.

ODI World Cup 2023 Schedule: આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે જ વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પાસે તેની મેચો તટસ્થ સ્થળો પર કરાવવાની માંગ કરી હતી. જે માંગણીને આઇસીસીએ ફગાવી દીધી હતી.

પાકિસ્તાનને ICC અને BCCIની વાત માનવી પડી

પરંતુ આ પછી પીસીબીએ બીજી અડચણ ઊભી કરી હતી કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે તેની મેચ રમવા માંગતું નથી. ઉપરાંત, તેની બીજી માંગ એ હતી કે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચના સ્થળ બદલવા માંગે છે  પરંતુ ICC અને BCCIએ પાકિસ્તાનની આ બંન્ને માંગણીઓ પણ સ્વીકારી ન હતી.

આમ છતાં આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCIની વાત સ્વીકારવી પડી છે. અહેવાલો અનુસાર, PCBની સહમતિ સાથે હવે વર્લ્ડ કપ શિડ્યુલ જાહેર કરવાની તમામ અડચણો દૂર થઇ ગઇ છે. BCCI મંગળવારે જ મુંબઈમાં ઔપચારિક બેઠક કરશે અને તે પછી લગભગ 11:30 વાગ્યે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે.

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થશે.

27 જૂને વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થયાના બરાબર 100 દિવસ બાદ એટલે કે 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટ શરૂ થશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગયા વર્ષની રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.

મુંબઈ-કોલકાતામાં સેમિફાઈનલ યોજાઈ શકે છે

વર્લ્ડ કપની ઓપનિંગ મેચ અને ફાઇનલ મેચ બંન્ને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જ્યારે સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું હતું કે, "વર્લ્ડ કપ સેમિફાઈનલની યજમાની માટેના બે સંભવિત સ્થળો મુંબઈના વાનખેડે અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ છે.

ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે.

આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચો યોજાવાની છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા આ ​​મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget