ICCએ શેર કર્યો 41 વર્ષના ક્રિકેટરનો વીડિયો, અસંભવ લાગતો કેચ ઝડપીને બધાને ચોંકાવ્યા...
ક્રિકેટ હોય કે બીજી કોઈ રમત, દરેક રમત માટે ખેલાડીઓએ ફિટ રહેવું જરુરી હોય છે. ખેલાડીઓની વધતી ઉંમર સાથે ઘણા પ્રકારના પડકારો પણ આવતા હોય છે.
Frank Nsubuga Uganda ICC Video: ક્રિકેટ હોય કે બીજી કોઈ રમત, દરેક રમત માટે ખેલાડીઓએ ફિટ રહેવું જરુરી હોય છે. ખેલાડીઓની વધતી ઉંમર સાથે ઘણા પ્રકારના પડકારો પણ આવતા હોય છે. આ સાથે વધતી ઉંમરની અસર ખેલાડીઓના પ્રદર્શન ઉપર પણ થતી હોય છે. એવામાં ખેલાડીઓ પોતાને ફિટ રાખવા માટે વર્ક આઉટ પણ કરતા હોય છે. હાલમાં જ ICCએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક ખેલાડી તેની ઉંમરના એક એવા પડાવમાં છે જ્યારે ઘણા ક્રિકેટર સંન્યાસ લઈ લેતા હોય છે. આમ છતાં પણ આ ખેલાડીએ ખુબ મુશ્કેલ લાગતો કેચ ઝડપ્યો છે.
આઈસીસીએ ચેલન્જ લીગનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં યુગાંડાના 41 વર્ષના ક્રિકેટર ફ્રેંક એનસુબુગા ખુબ જ ખતરનાક કેચ ઝડપતાં દેખાઈ રહ્યો છે. ફ્રેંકે આ મેચમાં કેચ ઝડપીને બધાને ચોંકાવી દીધા છે. ફ્રેંકે સાબિત કરી દીધું છે કે, જો ખેલાડી ઈચ્છે તો ઉંમરના કોઈ પડાવમાં હોય તેમ છતાં સારું પ્રદર્શન કરી શકે છે. ફ્રેંકે એ પણ સાબિત કરી દીધું છે કે, ઉંમર એ ફક્ત એક આંકડો જ છે. જો માણસની ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કંઈ પણ મેળવી શકાય છે.
યુગાંડાના ક્રિકેટર ફ્રેંક એનસુબુગાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ફેન્સ આ ખેલાડીની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. આઈસીસીના વીડિયોને હાલ ઘણા લોકો લાઈક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ટ્વીટર પર 2.28 લાખ લોકોએ જોયો છે.
One of the finest catches you will ever see 🤯
— ICC (@ICC) June 27, 2022
Uganda's Frank Nsubuga over the weekend in @CricketWorldCup Challenge League action.
📺 Watch Challenge League, League 2 and the upcoming T20 World Cup Qualifier B on https://t.co/MHHfZPQi6H pic.twitter.com/lLZB8LxvY5