શોધખોળ કરો
ICC Womens T20 World Cup 2020: ભારતની જીતની હેટ્રિક, ન્યૂઝીલેન્ડને 4 રનથી હરાવી સેમિ ફાઈનલમાં કર્યો પ્રવેશ
ભારતીય મહિલા ટીમ ગ્રુપ-એમાં ત્રણ મેચ જીતીને 6 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે.
મેલબોર્નઃ આઈસીસી વુમન્સ ટી 20 વર્લ્ડકપ 2020માં ગ્રુપ –એ માં આજે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે હતો. મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 134 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 134 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 129 રન બનાવી શકતા ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી એમિલા કેર 19 બોલમાં આક્રમક 34 રન બનાવીને નોટઆઉટ રહી હોવા છતાં ટીમને જીતાડી શકી નહોતી. ભારતના તમામ બોલર્સને 1-1 વિકેટ મળી હતી. જીત સાથે જ ભારતે મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
શેફાલી વર્માના 46 રન ભારતે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. શેફાલી વર્મા 34 બોલમાં 46 રન બનાવી આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાના 8 બોલમાં 11 રન, તાનીયા ભાટીયા 25 બોલમાં 23 રન, જેમીમા રોડ્રિગ્સ 10 રને અને કેપ્ટન હરમનપ્રીત કૌર 1 રન બનાવી આઉટ થયા હતા. 13મી ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 93 રન હતો પરંતુ તે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા મોટો સ્કોર કરી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડ તરફથી એમિલા કૈરે 2 તથા રોસમેરીએ 2 વિકેટ લીધી હતીINDIA WIN A THRILLER!
New Zealand make a fight of it, but Shikha Pandey holds her cool in the final over to take her team to the #T20WorldCup semi-final!#INDvNZ | #T20WorldCup ???? https://t.co/FOcEv7TSQx pic.twitter.com/5bisscAHxA — ICC (@ICC) February 27, 2020
ભારતના છે 6 પોઈન્ટ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારતે પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 17 રનથી હાર આપી હતી. જ્યારે બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 રને હારવીને ભારતીય મહિલા ટીમ ગ્રુપ-એમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે.Innings Break! #TeamIndia post a total of 133 on the board. Can we defend it? #INDvNZ #T20WorldCup
Live ???? https://t.co/PzUxm5OQ1F pic.twitter.com/ByRGCxayBJ — BCCI Women (@BCCIWomen) February 27, 2020
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો શું છે મામલો ગ્લેન મેક્સવેલ બનશે ભારતનો જમાઈ, આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગતે મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણોNew Zealand win toss, opt to bowl against India in ICC Women's T20 World Cup in Melbourne. #INDWvNZW #T20WorldCup
— Press Trust of India (@PTI_News) February 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement