શોધખોળ કરો
Advertisement
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો શું છે મામલો
પ્રશાંત કિશોર પર ચૂંટણી અભિયાન ‘બાત બિહાર કી’ માટે કન્ટેન્ટની નકલ કરવાનો આરોપ લાગ્યો છે.
પટનાઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ફરી એક વખત વિવાદમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે. તેમની સામે પાટલિપુત્ર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રશાંત કિશોર પર ચૂંટણી અભિયાન ‘બાત બિહાર કી’ માટે કન્ટેન્ટની નકલ કરવાનો આરોપ લાગ્યો છે. મોતિહારીમાં રહેતા શાશ્વત ગૌતમે એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆમાં ઓસામા નામના યુવકનું પણ નામ છે.
શું છે મામલો
શાશ્વત ગૌતમે બિહાર કી બાત નામે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેને ભવિષ્યમાં લોન્ચ કરવાની તેની ઈચ્છા હતી. આ દરમિયાન તેને ત્યાં કામ કરતા ઓસામા નામના વ્યક્તિએ રાજીનામું આપી દીધું હતું. ઓસામાએ શાશ્વત ગૌતમના પ્રોજેક્ટની કન્ટેન્ટ પ્રશાંત કિશોરને આપી દીધી હોવાનું કહેવાય છે. જે બાદ પ્રશાંત કિશોરે આ કન્ટેન્ટ વેબસાઈટ પર મુકી હતી.
ફરિયાદીએ શું લગાવ્યો આરોપ સૂત્રોના જણાવ્યા મુજબ, શાશ્વત ગૌતમે પોલીસને આ મુદ્દે જાણ પણ કરી છે. તેનો દાવો છે કે કન્ટેન્ટ સાથે વેબસાઈટ જાન્યુઆરીમાં રજિસ્ટર્ડ કરાવી હતી. જ્યારે પ્રશાંત કિશોરે ફેબ્રુઆરીમાં વેબસાઈટ રજિસ્ટર્ડ કરાવી હતી. એફઆઈઆર નોંધાયા બાદ પટન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કોણ છે ફરિયાદી શાશ્વત ગૌતમ બિહારના પૂર્વ ચંપારણના ચૈતા ગામનો રહેવાસી છે. તે વ્યવસાયે એન્જિનિયર છે. અમેરિકામાં પણ તે ઘણો સમય રહ્યો છે. 2011માં અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીએ તેની પસંદગી ગ્લોબલ લીડર્સ ફેલો તરીકે કરી હતી. જ્યાં તેણે એમબીએનો અભ્યાસ કર્યો અને જોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં 2012માં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી જીતી હતી. ગ્લેન મેક્સવેલ બનશે ભારતનો જમાઈ, આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગતે મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણોBihar: FIR registered against political strategist Prashant Kishor in Patna under sections 420 (cheating & dishonestly inducing delivery of property) & 406 (punishment for criminal breach of trust) of the IPC for alleged plagiarism in his 'Bihar ki Baat' campaign. (file pic) pic.twitter.com/JL0jk7bmwo
— ANI (@ANI) February 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement