(Source: ECI/ABP News/ABP Majha)
Womens T20 World Cup: મહિલા ટી-20 વર્લ્ડકપ 2023 અને ટ્રાઇ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌરને સોંપાઇ કેપ્ટનશીપ
BCCI દ્વારા મહિલા T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
Women’s T20 World Cup: BCCI દ્વારા મહિલા T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપની સાથે જ BCCIએ ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપ 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જેમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરી 2023ના રોજ પાકિસ્તાન સામે રમશે. ત્રિકોણીય શ્રેણી 19 જાન્યુઆરીથી રમવાની છે.
NEWS 🚨 - India squad for ICC Women’s T20 World Cup 2023 & tri-series in South Africa announced.
— BCCI Women (@BCCIWomen) December 28, 2022
More details here - https://t.co/3JVkfaDFPN #TeamIndia pic.twitter.com/FJex4VhAG6
ભારતીય ટીમ ગ્રુપ-2માં છે
ટીમ ઈન્ડિયા વિશ્વમાં ગ્રુપ-2માં હાજર છે. આ ગ્રુપમાં ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ સામેલ છે. બંને ગ્રુપમાં ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી, 2023ના રોજ કેપટાઉનમાં રમાશે.
વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), ઋચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર , અંજલિ સરવાણી , પૂજા વસ્ત્રાકર , રાજેશ્વરી ગાયકવાડ , શિખા પાંડે.
રિઝર્વ ખેલાડીઓઃ એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ.
વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ છે
પાકિસ્તાન સામે પ્રથમ મેચ - 12 ફેબ્રુઆરી: કેપટાઉન.
વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ - 15 ફેબ્રુઆરી: કેપટાઉન.
ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચ - 18 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આયરલેન્ડ સામે ચોથી મેચ - 20 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
T20 વર્લ્ડ કપ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી પણ રમવાની છે. આમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામેલ છે. આ શ્રેણી માટે BCCI દ્વારા ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાની, સુષ્મા વર્મા, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ. મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડે.
આમાં, પૂજા વસ્ત્રાકરનું ટીમમાં સામેલ થવું ફિટનેસ પર નિર્ભર છે.