IND vs AUS, 1st Test 2nd Day : બીજા દિવસની રમત પૂર્ણ, ભારતને મળી 144 રનની લીડ
પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે

Background
પ્રથમ દાવના આધારે 144 રનની લીડ મેળવી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ યજમાન ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારીને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચે 8મી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ભારતીય ટીમ આ ટેસ્ટમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન પર 321 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ દાવના આધારે 144 રનની લીડ મેળવી લીધી છે.
ભારતીય ટીમનો સ્કોર 250 રનને પાર
ભારતીય ટીમનો સ્કોર 250 રનને પાર પહોંચી ગયો છે. રવિંદ્ર જાડેજાએ અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે.




















