IND vs AUS, 2nd Test: બીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાએ ભારત પર મેળવી 62 રનોની લીડ, સ્કૉર 61/1
બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 78.4 ઓવર રમીને 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

Background
IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમત રમાઇ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 78.4 ઓવર રમીને 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ રમી રહી છે.
બીજા દિવસની રમત પૂર્ણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી છે, અત્યારે કાંગારુ ટીમને સ્કૉર 12 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 61 રન બનાવી લીધા છે. ક્રિઝ પર ટ્રેવિડ હેડ 39 રન અને માર્નસ લાબુશાને 16 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારતને પ્રથમ સફળતા
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે, સ્પીનર રવીન્દ્ર જાડેજાએ ઓપનર ઉસ્માન ખ્વાઝાને 6 રનના અંગત સ્કૉર પર શ્રેયસ અય્યરના હાથમાં ઝીલાવી દીધો છે. 6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 23 રન પર પહોંચ્યો છે. ટ્રેવિસ હેડ 17 રન અને માર્નસ લાબુસાને 0 રન બનાવીને ક્રિઝ પર છે.




















