IND vs AUS, 3rd ODI Live: ત્રીજી વન ડેમાં ભારતને 21 રને હરાવી ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 2-1થી જીતી
IND vs AUS, 3rd ODI Updates: આ સિરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં આ છેલ્લી મેચ સિરીઝની નિર્ણાયક મેચ બનવા જઈ રહી છે.
LIVE
Background
IND vs AUS, 3rd ODI ભારતે હાર સાથે સીરિઝ ગુમાવી
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રનથી હાર આપી છે. આ સાથે જ ભારતે શ્રેણી પણ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાએ 2-1થી શ્રણી જીતી છે.
IND vs AUS, 3rd ODI: ભારતની હાર નક્કી
રવિન્દ્ર જાડેજાની વિકેટ પડતાં જ ભારતની હાર નક્કી થઈ ગઈ છે. ભારત આ સાથે શ્રેણી હાર તરફ આગળ વધી રહ્યું છે.
IND vs AUS, 3rd ODI : ભારતે ગુમાવી છઠ્ઠી વિકેટ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે. 270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 35.2 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 185 રન બનાવી લીધા છે.
IND vs AUS, 3rd ODI : કોહલીની ફિફટી, ભારત 150 રનને પાર
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે. 270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 31 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 160 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 50 રને અને હાર્દિક પંડ્યા 7 રને રમતમાં છે.
IND vs AUS, 3rd ODI : ભારતે ગુમાવી ત્રીજી વિકેટ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે ચેન્નઈમાં રમાઈ રહી છે. 270 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 28 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 45 રને અને અક્ષર પટેલ 1 રને રમતમાં છે. કેએલ રાહુલ 50 બોલમાં 32 રન બનાવી આઉટ થયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
