IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: ચોથી ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થયો છે. ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
IND vs AUS 4th Test Day 1 Highlights: મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટે 311 રન છે. સ્ટમ્પના સમયે સ્ટીવ સ્મિથ 111 બોલમાં 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. પેટ કમિન્સ આઠ રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સેમ કોન્સ્ટાસે 60, ઉસ્માન ખ્વાજા 57 અને માર્નસ લાબુશેને 72 અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.
Australia reach 311 for six at stumps on day one of fourth Test against India #INDvAUS pic.twitter.com/JjTwWMU0KW
— Press Trust of India (@PTI_News) December 26, 2024
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં સામેલ 19 વર્ષના છોકરાએ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ સેમ કોન્સ્ટાસ છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં કોન્સ્ટન્સ પોતાની શાનદાર બેટિંગથી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી યુવા ખેલાડી
ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. 19 વર્ષ અને 85 દિવસના કોન્સ્ટન્સે ભારત સામેની ડેબ્યૂ મેચમાં 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો.
આ યાદીમાં પહેલો નંબર ઈયાન ક્રેગનો છે, જેણે 1953માં 17 વર્ષ અને 240 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી. ત્રીજું સ્થાન નીલ હાર્વેનું છે, જેણે 19 વર્ષ અને 121 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી અને ચોથું સ્થાન આર્ચી જેક્સનનું છે, જેણે 19 વર્ષ અને 150 દિવસની ઉંમરમાં ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.
આ પણ વાંચો...