શોધખોળ કરો
Advertisement
IND Vs AUS: રહાણેના વખાણ કરતાં નથી થાકતો આ ભારતીય બોલર, ડ્રેસિંગ રૂમમાં આવેલ ફેરફાર વિશે કરી વાત
બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.
IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.
આ મેચમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અશ્વિન અજિંક્ય રહાણેના વખાણ કરતાં નથી થાકતો. અશ્વિને કહ્યું કે, રહાણે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધીરજ લઈને આવ્યા છે.
આર અશ્વિને સીરીઝ બરાબર કરવા પર ખુશી વ્યક્ત કરી છે. અશ્વિને કહ્યું કે, “36 રન પર આઉટ થયા બાદ વાપસી કરવી સરળ ન હતી. પોતાના દેશના ક્રિકેટ પર ગર્વ છે અને વિરાટને ગુમાવવો ઝાટકા સમાન હતું.”
અશ્વિને ટીમ ઇન્ડિયાના સારા પ્રદર્શનનો બધો જશ રહાણેને આપ્યો છે. તેમણે કહ્યું, “અમે ઘણી સારી વાપસી કરી. ડ્રેસિંગ રૂમમાં રહાણેની ધીરજે અમને સ્થિરતા આપી જેની જરૂરત હતી અને અમે આ મેચમાં પોતાની ક્ષમતા અનુરૂપ પ્રદર્શન કરી શક્યા.”
મેચ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણેના ભરપેટ વખાણ કર્યા હતા. શાસ્ત્રીએ રહાણેને ચાલાક કેપ્ટન ગણાવીને કહ્યું, તેમનો શાંત સ્વભાવ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીથી અલગ છે, જે હંમેશા જોશ અને ઝનૂનથી ભરેલો હોય છે.
શાસ્ત્રીએ કહ્યું, તે ઘણો ચાલાક કેપ્ટન છે અને રમતને સારી રીતે જાણે છે. તેના શાંત સ્વભાવથી નવા ખેલાડીઓ અને બોલર્સને મદદ મળી. ઉમેશ ન હોવા છતાં તે વિચલિત થયો નહોતો. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે અમે 60 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ તેણે છ કલાક બેટિંગ કરી. આ સરળ વાત નહોતી. તેણે ધીરજ જાળવી રાખી. જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion