શોધખોળ કરો
IND Vs AUS: શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, સુનીલ ગાવસકરનો 50 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો
ગિલે મેલબર્ન ટેસ્ટની સાથે ડેબ્યૂ કર્યું હતું અને તે અત્યાર સુધી 45, 25, 50, 31, 7 અને 91 રનની ઇનિંગ રમી છે. ગિલ પોતાની ડેબ્યૂ સીરીઝમાં 50થી વધારેની સરેરાશથી 251 રન બનાવાવમાં સફળ રહ્યો છે.
![IND Vs AUS: શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, સુનીલ ગાવસકરનો 50 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો ind vs aus brisbane test gill break gavaskar 50 year old record IND Vs AUS: શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, સુનીલ ગાવસકરનો 50 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19164843/shubman-gill.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND Vs AUS Brisbane Test: બ્રિસ્બેન ટેસ્ટના અંતિમ દિવસ ભારતે મેજબાન ઓસ્ટ્રેલિયાને બેકફુટ પર ધકેલી દીધું છે. 21 વર્ષના ઓપનર શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની જીતની સંભાવના લગભગ ખત્મ કરી દીધી છે. ગિલે 91 રનની શાનદાર ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગની સાથે જ ગિલે સુનીલ ગાવસકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે.
શુભમન ગિલ ચોથી ઇનિંગમાં હાફ સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે. ગિલે બ્રિસ્બેનના ગાબા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલ ચોથી ટેસ્ટ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા શાનદાર હાફ સેન્ચુરી ફટકારી. મેચના પાંચમા દિવસ મંગળવારે જ્યારે ગિલે જોસ હેઝલવુડના બોલ પર વાઈડ કવરમાં શોટ ફટકારીને બે રન લઈને હાફ સેન્ચુરી પુરી કરી ત્યારે તેની ઇંમત 21 વર્ષ 133 દિવસ હતી.
ગિલ પહેલા આ રેકોર્ડ ભારતના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન ગણાતા સુનીલ ગાવસકરના નામે હતો. જેમણે 1970-71માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 67 રન બનાવ્યા હતા.
ગિલે મેલબર્ન ટેસ્ટની સાથે ડેબ્યૂ કર્યું હતું અને તે અત્યાર સુધી 45, 25, 50, 31, 7 અને 91 રનની ઇનિંગ રમી છે. ગિલ પોતાની ડેબ્યૂ સીરીઝમાં 50થી વધારેની સરેરાશથી 251 રન બનાવાવમાં સફળ રહ્યો છે.
નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની સીરીઝ 1-1ની બરાબરી પર છે. અંતિમ ટેસ્ટમાં જીત માટે ભારતને 328 રનનો ટાર્ગેટ મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)