શોધખોળ કરો
Advertisement
કોરોનાના ભય વચ્ચે ચોથી ટેસ્ટ પર આવ્યુ મોટુ અપડેટ, જાણો બ્રિસ્બેનમાં મેચ રમાશે કે નહીં?
સિડનીમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને ક્વિન્સલેન્ડ રાજ્યએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે સિડનીથી બ્રિસ્બેન આવનારાઓને કઠીને કોરોના પ્રૉટોકૉલ્સનુ પાલન કરવુ પડશે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી બ્રિસ્બેન ટેસ્ટને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. બ્રિસ્બેન રમાનારી ટેસ્ટ પરથી સંકટના વાદળો હટી ગયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કન્ફોર્મ કર્યુ છે કે ચોથી ટેસ્ટ મેચ બ્રિસ્બેન ગ્રાઉન્ડ પર જ રમાશે, સીએના વચગાળાના સીઇઓ નિક હોકલેએ કહ્યું કે, ભારતીય ટીમ બ્રિસ્બેનની યાત્રા માટે તૈયાર છે.
ભારતીય ટીમ બ્રિસ્બેનમાં કઠીન ક્વૉરન્ટાઇન નિયમોને લઇને નારાજ હતી, અને એવુ કહેવાઇ રહ્યું હતુ કે તે અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન નથી જવા માંગતી, સિડનીમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને ક્વિન્સલેન્ડ રાજ્યએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે સિડનીથી બ્રિસ્બેન આવનારાઓને કઠીને કોરોના પ્રૉટોકૉલ્સનુ પાલન કરવુ પડશે.
હોકલેએ એક નિવેદન આપીને કહ્યું કે, અમે ક્વિન્સલેન્ડ સ્વાસ્થ્ય વિભાગ સાથે કામ કરી રહ્યાં છીએ, અમે ઇચ્છીએ છીએ કે ચોથી ટેસ્ટ માટે મજબૂત બાયૉસિક્યૂરિટી પ્લાન તૈયાર કરવામાં આવે, અમે ખેલાડીઓ અને હિતધારકોની સુરક્ષા માટે સચેત છીએ, જે ખાસ કરીને મેચ સાથે જોડાયેલા છે.
સાવચેતીના ભાગરૂપે ક્વિન્સલેન્ડ રાજ્યએ પોતાની સીમાઓ બંધ કરી દીધી હતી, પરંતુ તે હાર્ડ કોરોના પ્રૉટૉકોલ્સની વચ્ચે ભારતીય ટીમના સ્વાગત માટે તૈયાર હતી. ખાસ વાત છે કે બ્રિસ્બેનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો હતો, અને આને ધ્યાનમાં રાખતા ત્યાં પુરેપુરુ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. ત્રણ દિવસ બાદ આ લૉકડાઉન આજે રાત્રે સમાપ્ત થઇ રહ્યું છે, સાથે કોરોનાના કેસો પણ ઓછા થયા છે. જેથી હવે બ્રિસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટ પરથી સંકટના વાદળો હટી ગયા છે, અને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એટલે કે આગામી 15 થી 19 જાન્યુઆરીએ જ ટેસ્ટ મેચ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion