શોધખોળ કરો

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ

Vaya Vandana scheme Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાએ વય વંદના યોજનાનો લાભ આપ્યો, 70 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ. આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર.

Vaya Vandana Yojana: કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમદાવાદ મહાનગરપાલિકાએ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શહેરના 70 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની પીએમજે યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. 70 વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ સત્તાવાર રીતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ યોજના હેઠળ, 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. (ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયા છે) આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.

આ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાર્વત્રિક આરોગ્ય કવરેજ હશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારો અથવા 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો હિસ્સો છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ 70 વર્ષથી વધુ વયની હોય, તો તેમને પ્રતિ વર્ષ 10 લાખ રૂપિયાના દરે ટોપ-અપ હેલ્થ કવરેજ મળશે.

આ યોજનાનો લાભ લેવા વૃદ્ધો માટે 'આયુષ્માન વય વંદના કાર્ડ' બહાર પાડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે.

આ પણ વાંચોઃ

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી શું થશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Embed widget