(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS Day 2 Highlights: બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના બે વિકેટે 61 રન, ટીમ ઇન્ડિયા પર મેળવી 62 રનની લીડ
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે
બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાઇ રહી છે. દિલ્હી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે અને તે ભારત કરતા 62 રન આગળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ 39 અને માર્નસ લાબુશેન 16 રન બનાવીને રમી રહ્યા છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી રન બનાવ્યા હતા. મેચના ત્રીજા દિવસે કાંગારૂ ટીમ મોટો સ્કોર કરવા ઈચ્છશે. જો ભારતની સામે 200 રનનો ટાર્ગેટ છે તો ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં તેને હાંસલ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
Stumps on Day 2⃣ of the second #INDvAUS Test!
— BCCI (@BCCI) February 18, 2023
1️⃣ wicket for @imjadeja as Australia reach 61/1 at the end of day's play.
A crucial day coming up tomorrow 👌🏻
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8…#TeamIndia | @mastercardindia pic.twitter.com/Jr6AHAGDUf
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72)ની મદદથી 263 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ ચાર અને અશ્વિન-જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 74 અને વિરાટે 44 રન બનાવ્યા હતા.
Innings Break!#TeamIndia all out for 262 runs in the first innings of the 2nd Test.@akshar2026 (74) & @ashwinravi99 (37) with a brilliant 114 run partnership 💪
— BCCI (@BCCI) February 18, 2023
Scorecard - https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/MHROqbFQ0D
અક્ષર અને અશ્વિને સદીની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને પાંચ, ટોડ મર્ફી અને કુહનેમેને બે-બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને એક રનની લીડ મળી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટે 61 રન બનાવી લીધા છે અને કુલ લીડ 62 રનની થઈ ગઈ છે.
HUNDRED Partnership 🆙
— BCCI (@BCCI) February 18, 2023
Incredible batting display this by @akshar2026 & @ashwinravi99 as #TeamIndia are now just 16 runs behind in the first innings! 🔝
Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8…#INDvAUS | @mastercardindia pic.twitter.com/4ygBVsA6Ks
Travis Head's counter-attack gives Australia the momentum at stumps 👊#WTC23 | #INDvAUS | 📝: https://t.co/HS93GIyEwS pic.twitter.com/xBk322Sdtf
— ICC (@ICC) February 18, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં મોટો વિવાદ થયો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ વિકેટને લઈને અસહમત લાગી રહ્યું છે