IND vs AUS Final 2023: વિશ્વ કપની ફાઈનલમાં કપિલ દેવને આમંત્રણ આપવામાં ન આવતા જયરામ રમેશ થયા ગુ્સ્સે, કહ્યું, આ ખોટુ છે
IND vs AUS Final 2023: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનો પરાજય થયો છે. આ પછી તરત જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
IND vs AUS Final 2023: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનો પરાજય થયો છે. આ પછી તરત જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને આમંત્રણ ન મળવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.
"Unacceptable, extremely petty": Congress leader Jairam Ramesh slams organizers for not inviting Kapil Dev to World Cup final match
— ANI Digital (@ani_digital) November 19, 2023
Read @ANI Story | https://t.co/p8DJ3HbH8d#JairamRamesh #WorldcupFinal #IndiaVsAustralia #KapilDev pic.twitter.com/ylpr1pOLme
તેમણે કહ્યું, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને ખૂબ જ ધિક્કારપાત્ર છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ માટે ક્રિકેટ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં ન આવ્યું. બેદીની જેમ કપિલ દેવ પણ પોતાના મનની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના પહેલા આંદોલનકારી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા હતા. BCCI દ્વારા જારી કરાયેલા પ્લાન મુજબ આજે મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમના કેપ્ટનોનું સન્માન કરવામાં આવનાર હતું. જેના માટે કપિલ દેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
સાથે જ કપિલ દેવે દાવો કર્યો હતો કે તેમને વર્લ્ડ કપ ફાઇનલમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. 1983માં ભારતને પ્રથમ ODI વર્લ્ડ કપ ખિતાબ અપાવનાર કપિલે કહ્યું કે તે તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે પ્રવાસ કરવા માંગતા હતા. પરંતુ મને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓએ મને ફોન કર્યો નથી તેથી હું ગયો નથી. હું ઈચ્છતો હતો કે, મારી સાથે 1983ની આખી ટીમ હોત, પરંતુ મને લાગે છે કે આ એક મોટી ઈવેન્ટ છે અને લોકો જવાબદારીઓમાં એટલા વ્યસ્ત છે કે ક્યારેક તેઓ ભૂલી જાય છે.
રાહુલ ગાંધીએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા
Team INDIA, you played solidly well through the tournament!
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2023
Win or lose - we love you either way and we will win the next one.
Congratulations to Australia for a well deserved World Cup victory.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાની હાર પર કહ્યું કે તમે આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. જીત હોઈ કે હાર - અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે ચોક્કસપણે આગામી વર્લ્ડ કપ જીતીશું. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાં શાનદાર જીત માટે અભિનંદન.