IND vs AUS: હાર્દિક પંડ્યા વર્લ્ડકપ બાદ પણ નહી કરી શકે વાપસી, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ ગુમાવે તેવી શક્યતા
Indian Captain Against Australia: વન-ડે વર્લ્ડ કપ 2023 પછી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે
Indian Captain Against Australia: વન-ડે વર્લ્ડ કપ 2023 પછી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. આ સીરિઝ 23 નવેમ્બરથી શરૂ થશે. 2023માં ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા તેના પગની ઈજાથી સંઘર્ષ કરી રહ્યો છે અને તેના માટે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં હાર્દિકની ઈજા T20ના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનાર ઋતુરાજ ગાયકવાડનું ભાગ્ય બદલી શકે છે.
ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ' સાથે વાત કરતી વખતે બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે હાર્દિક માટે તે વધુ સારું રહેશે કે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી દ્વારા વાપસી કરે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ માટે પ્રથમ પસંદગી હશે.
સૂત્રએ જણાવ્યું હતું કે, “હાર્દિકને ફિટ જાહેર કરવા અને પસંદગી માટે થોડો સમય છે. તેના માટે વધુ સારું રહેશે કે તે સંપૂર્ણ પણે સ્વસ્થ થઇ જાય અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીથી વાપસી કરે. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય NCA સ્પોર્ટ્સ સાયન્સ ટીમનો રહેશે.
એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર ટી-20 ટીમના કેપ્ટન તરીકે પ્રથમ પસંદગી હશે અને ગાયકવાડ ટીમની કેપ્ટનશીપ માટે બીજી પસંદગી હશે. જો કે, આ દિવસોમાં સૂર્યકુમાર વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પછી સૂર્યકુમાર પણ તમામ સિનિયર ખેલાડીઓની જેમ આરામ લઈ શકે છે.
સૂત્રે જણાવ્યું હતું કે, “તે એક સ્વીકૃત નિયમ છે કે ભારતીય વ્હાઇટ બોલ નિષ્ણાત ખેલાડીઓ (ખાસ કરીને બેટ્સમેન) IPL સિવાય બંને ફોર્મેટમાં એક વર્ષમાં 25 થી 30 મેચ રમે છે. તેથી જો સૂર્યકુમાર આરામ નહી લે તો તે કેપ્ટનશીપ માટે પ્રથમ પસંદગી રહેશે. જો તે આરામ કરે તો ઋતુરાજ બીજી પસંદગી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ફરી એકવાર ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારત સામે ટકરાશે. 2023ની ટૂર્નામેન્ટમાં, ન્યૂઝીલેન્ડે તેની છેલ્લી એટલે કે 9મી લીગ મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને લગભગ ચોથી સેમીફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જો કે હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમો ચોથી સેમીફાઈનલની રેસમાં છે, પરંતુ ખરાબ નેટ રન રેટને કારણે બંનેમાંથી કોઈ એક માટે ક્વોલિફાય થવું શક્ય જણાતું નથી