શોધખોળ કરો
Advertisement
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થશે આ મોટા ફેરફારો, જાણો વિગતે
એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયાના પર્થના બાદ બ્રિસ્બેન ટેસ્ટથી થઇ શકે છે. આ ફેરફારનુ સૌથી મોટુ કારણ વેસ્ટ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા ક્વૉરન્ટાઇનના નિયમોમાં કોઇપણ પ્રકારના નિયમોમાં ઢીલ ના આપવાનુ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાનુ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સીરીઝ હશે. પરંતુ આ પહેલા આ પ્રવાસ દરમિયાન કેટલાક ફેરફારો થવાના સમાચાર સામે આવ્યા છે.
એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયાના પર્થના બાદ બ્રિસ્બેન ટેસ્ટથી થઇ શકે છે. આ ફેરફારનુ સૌથી મોટુ કારણ વેસ્ટ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા ક્વૉરન્ટાઇનના નિયમોમાં કોઇપણ પ્રકારના નિયમોમાં ઢીલ ના આપવાનુ છે.
રિપોર્ટ અનુસાર, એડિલેડ ઓવલ ભારત વિરુદ્ધ સતત બે ટેસ્ટ મેચોની મેજબાની કરવા તૈયારી કરી રહ્યું છે. આમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાનાર ડે નાઇટ ટેસ્ટ મેચ સામેલ છે. આ ઉપરાંત જો વિક્ટોરિયામાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બૉક્સિંગ ડે ટેસ્ટનુ ઓયોજન નહીં કરી શકતુ તો આની મેજબાની પણ એડિલેડને સોંપવામાં આવી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સંયુક્ત આરબ અમિરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લીધા બાદ સીધા અહીં પહોંચશે. યુએઇમાં કૉવિડ-19ના કેસોમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા પ્રાંતિય સરકારના પ્રધાનમંત્રી માર્ક મેકગોવાને પણ મોટુ વાત કહી છે. તેમને કહ્યું કે વિદેશી આવેલી ટીમ ક્વૉરન્ટાઇનમાં રહ્યા વિના, વધુ ખતરા વાળા સ્થળેથી આવીને ક્વૉરન્ટાઇન કર્યા વિના કોઇ ગતિવિધિઓમાં ભાગ લે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement