શોધખોળ કરો

IND vs AUS: ત્રીજી ટેસ્ટ પહેલા કેએસ ભરતે પિચને લઈ આપ્યું મોટુ નિવેદન, જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે.

KS Bharat on Pitch: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે. આ સિરીઝની શરૂઆતથી જ ભારતીય વિકેટો અને પીચોને લઈને સતત નિવેદનબાજી થઈ રહી છે. હવે ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરતે આ વિકેટ અને પીચને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેએસ ભરતે કહ્યું કે આ વિકેટો પર રમવું અશક્ય નથી.

કેએસ ભરતે કહ્યું કે વિકેટ પર રમવું અશક્ય નથી

ઈન્દોર ટેસ્ટ પહેલા કેએસ ભરતે પીચ પર મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સિરીઝમાં અત્યાર સુધી મળેલી વિકેટ પર રમવું અસંભવ નથી, પરંતુ બેટ્સમેનોએ પોતાના ડિફેન્સ પર ભરોસો રાખવો પડશે. રોહિત ભાઈએ મને કહ્યું કે હું દિલ્હીમાં બીજા દાવમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરીશ. ઓસ્ટ્રેલિયા આઉટ થતાં જ હું બેટિંગ કરવા અને યોગદાન આપવા તૈયાર હતો. આ પીચો પર શોટની પસંદગી મહત્વપૂર્ણ છે. જો શોટની પસંદગી સાચી હોય તો રન બને છે. તમે માત્ર બચાવ કરી શકતા નથી, તમારે રન બનાવવાની તકો પણ શોધવી પડશે.

વિરાટ મોટો રેકોર્ડ બનાવી શકે છે

ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈન્દોર ટેસ્ટમાં ભારતમાં ટેસ્ટ રમતા 4000 રન પૂરા કરવાની સુવર્ણ તક હશે. વિરાટે ભારતમાં અત્યાર સુધીમાં 48 મેચ રમી છે. આ મેચોમાં તેણે 74 ઇનિંગ્સમાં 59.43ની એવરેજથી 3923 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસે ભારતમાં રમતા ઈન્દોર ટેસ્ટમાં 4000 ટેસ્ટ રન પૂરા કરવાની સુવર્ણ તક છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ટેસ્ટ રમતા વિરાટે અત્યાર સુધીમાં 13 સદી અને 12 અડધી સદી ફટકારી છે. મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ 2 મેચ જીતીને આ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. બીજી તરફ જો ભારતીય ટીમ ત્રીજી મેચ જીતી જશે તો ફરી એકવાર ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતશે. 

Rishabh Pant Update: ઋષભ પંત ક્યારે કરશે મેદાનમાં વાપસી? સૌરવ ગાંગુલી આપ્યો જવાબ

તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે... આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.

સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે. વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Embed widget