Watch: કેએલ રાહુલે ફટકારી શાનદાર સિક્સ, મેદાનની બહાર જતો રહ્યો બોલ, વીડિયો જોઈ તમે કહેશો વાહ!
ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 38 બોલમાં 52 રનની ઝડપી અડધી સદી ફટકારી હતી.
KL Rahul's Monster Six: ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 38 બોલમાં 52 રનની ઝડપી અડધી સદી ફટકારી હતી. કેપ્ટન રાહુલની આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલે પોતાની ઇનિંગમાં એટલી જોરથી સિક્સર ફટકારી કે બોલ મેદાનની બહાર જતો રહ્યો હતો.
રાહુલની આ શાનદાર સિક્સરનો વીડિયો BCCIના ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેમરુન ગ્રીનના બોલને ડીપ મિડ-વિકેટ તરફ ફટકાર્યો હતો. રાહુલના બેટ સાથે અથડાયા બાદ બોલ સીધો સ્ટેડિયમની બહાર પડ્યો હતો. રાહુલે આ સિક્સર પ્રથમ ઇનિંગની 34મી ઓવરના ત્રીજા બોલ પર ફટકારી હતી.
Sound 🔛🔥
— BCCI (@BCCI) September 24, 2023
Captain KL Rahul smacks one out of the park 💪#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/4qCMjkcayK
રાહુલે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી
કેએલ રાહુલ 10 સપ્ટેમ્બરના રોજ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ઈજાથી ઘણા મહિનાઓ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. તે પાછો ફર્યો કે તરત જ રાહુલે પાકિસ્તાન સામેની મેચમાં 111* રનની અણનમ ઇનિંગ રમી. આ પછી એશિયા કપમાં તેણે શ્રીલંકા સામે 39 રન અને બાંગ્લાદેશ સામે 19 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી. મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં રનનો પીછો કરતી વખતે તેણે અણનમ 58* રન બનાવ્યા અને બીજી મેચમાં તેણે 52 રન બનાવ્યા.
શુભમન ગિલે આ સિદ્ધી હાંસલ કરી
શુભમન ગિલે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તે ઈન્દોરમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે સેહવાગ, યુવરાજ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધા છે. ચારેયની પાસે એક-એક સદી છે. શુભમને આ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર પોતાની પ્રથમ સદી ફટકારી હતી.
આ વર્ષે શુભમન ગિલની આ પાંચમી સદી છે
આ વર્ષે વનડેમાં શુભમનની આ પાંચમી સદી છે. એક કેલેન્ડર વર્ષમાં પાંચ કે તેથી વધુ ODI સદી ફટકારનાર તે સાતમો ભારતીય બેટ્સમેન બન્યો. વિરાટ કોહલીએ આ સૌથી વધુ ચાર વખત કર્યું છે. તેણે 2012, 2017, 2018 અને 2019માં વનડેમાં પાંચ કે તેથી વધુ સદી ફટકારી હતી.